SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાઇક્વેસુ સૂત્ર ૦ ૩૫૭ સિરસા મસા મલ્થ વંમિ-કાયા અને મન વડે વાંદું છું. શિર અને મન વડે વાંદું છું એમ બોલતાં કાયા અને મન વડે વંદન થાય છે તથા વાણી વડે પણ વંદન થાય છે, તેથી આ વંદન ત્રિવિધ છે. (૫) અર્થ-સંકલના અઢીદ્વીપમાં આવેલી પંદર કર્મભૂમિઓમાં જે કોઈ સાધુઓ રજોહરણ, ગુચ્છ અને (કાષ્ઠ) પાત્ર આદિ દ્રવ્યલિંગ તેમ જ પંચમહાવ્રત, અઢાર હજાર શીલાંગ, સદાચાર અને ચારિત્ર વગેરે ભાવ-લિંગને ધારણ કરનારા હોય તે સર્વેને મન, (વચન), કાયાથી વંદન કરું છું. (૬) સૂત્ર-પરિચય આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છનાર વ્યક્તિ સાધુ અને સાધુતા પ્રત્યે સંપૂર્ણ પૂજ્યભાવવાળી હોય છે. આવો પૂજ્યભાવ પ્રદર્શિત કરવાના હેતુથી પ્રસ્તુત સૂત્રની યોજના થયેલી છે, તેથી તે “સાધુ-વંદન'ના નામથી ઓળખાય છે. મનુષ્યની વસ્તી અઢીદ્વીપની બહાર હોતી નથી, એટલે સાધુઓ અઢીદ્વીપમાં જ હોય છે અને તેમાં પણ અકર્મભૂમિમાં ધર્મનો લાભ કે વિરતિપણાનો સંભવ નહિ હોવાથી તેમની ઉપસ્થિતિ પંદર કર્મભૂમિઓમાં જ થાય છે. આ પંદર કર્મભૂમિઓમાં દ્રવ્ય-લિંગ અને ભાવલિંગને ધારણ કરનારા જે કોઈ સાધુઓ હોય તે વંદનીય છે; તેથી તે બધાને કાયા, વાણી અને મનથી વંદન કરવામાં આવે છે. સાધુના દ્રવ્ય-લિંગમાં રજોહરણ, ગુચ્છ અને (કાષ્ઠ) પાત્ર વગેરે ગણાવવામાં આવ્યાં છે, તે સ્પષ્ટ રીતે નિગ્રંથ મુનિઓનું સૂચન કરે છે અને ભાવ-લિંગમાં પાંચ મહાવ્રત, અઢાર હજાર શીલાંગ તથા અખંડિત આચાર અને ચારિત્રનો સમાવેશ થાય છે, તે પણ નિગ્રંથ મુનિઓનું જ સૂચન કરે છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો મૂળ પાઠ શ્રીઆવશ્યકસૂરાના ચોથા અધ્યયનના અંતભાગમાં આવેલા સમણસુત્તનો (યતિ-પ્રતિક્રમણ-સૂટાનો) એક વિભાગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy