Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
ચન્દ્ર શ્રીજિનેશ્વર દેવોની વિશદ વાણીસુધાથી નિર્માણ થયેલો છે. અને આકાશમાંના ચન્દ્રને જ્યારે સામાન્ય લોકો નમે છે, ત્યારે આ આગમ-ચંદ્રને ધુરંધર પંડિતો પણ નમસ્કાર કરે છે. આ રીતે આગમ-ચંદ્ર અદ્ભુત અને અનુપમ હોવાથી અપૂર્વ છે. તેથી પ્રાતઃકાળના પવિત્ર સમયે તેની સ્તુતિ કરવી યોગ્ય છે. હું પણ તેટલા જ કારણે તેની સ્તુતિ કરું છું.
(૫) અર્થ-સંકલના
વિશાલ નેત્રોરૂપી પત્રોવાળું, ઝળહળતા દાંતના કિરણોરૂપ કેસરવાળું, શ્રીવીરજિનેશ્વરનું મુખરૂપી કમલ પ્રાતઃકાળમાં તમને પવિત્ર કરો. ૧.
જેમની સ્નાત્ર-ક્રિયા કરવાથી અતિ-હર્ષ વડે મત્ત થયેલા દેવેન્દ્રો સ્વર્ગનાં સુખને તૃણવત્ પણ ગણતા નથી, તે જિનેન્દ્રો પ્રાતઃકાળમાં શિવસુખ આપનારા થાઓ. ૨.
જે કલંકથી રહિત છે, પૂર્ણતાને છોડતો નથી, કુતર્કરૂપી રાહુને ગળી જાય છે, સદા ઉદય પામેલો રહે છે, જિનચંદ્રની વાણીસુધાથી બનેલો છે અને પંડિતો વડે નમસ્કાર કરાયેલો છે, તે આગમરૂપી અપૂર્વચન્દ્રની પ્રાતઃકાળે હું સ્તુતિ કરું છું. ૩.
(૬) સૂત્ર-પરિચય
ધાર્મિક અનુષ્ઠાનની આદિ ઇષ્ટ દેવના સ્મરણ-મંગલપૂર્વક કે સ્તુતિમંગલપૂર્વક કરવામાં આવે છે. તે જ રીતે તેની પૂર્ણાહુતિ થતાં પણ સ્મરણમંગલ કે સ્તુતિ-મંગલ કરવામાં આવે છે. એ શિષ્ટાચાર મુજબ પ્રાતઃકાળમાં કરવામાં આવતા રાત્રિક પ્રતિક્રમણરૂપી ધર્માનુષ્ઠાનનાં છ આવશ્યકો પૂરાં થતાં અંત્ય મગંલ તરીકે આ સ્તુતિ બોલવામાં આવે છે. તેમાં પહેલી સ્તુતિ શ્રીવીરપ્રભુની કરવામાં આવી છે કે જેઓ ચરમતીર્થંકર હોઈ વર્તમાન જૈનશાસનના નાયક હોવાના કારણે અધિકૃત-જિન છે અને પ્રથમ સ્તુતિના અધિકારી છે. આ પ૨મોપકારી તારણહાર તીર્થંકરની ભવ્યતાનું આછું દર્શન તેમના મુખને કમલની સાથે સરખાવીને કરાવવામાં આવ્યું છે. તેમની આંખો કમલપત્ર જેવી વિશાળ છે, તેમના દાંત હીરાના જેવા ચમકતા છે કે જેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org