Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વિશાલ-લોચન-દલ'-સૂત્ર ૦૩૪૯ પ્રકાશનાં કિરણો ફૂટે છે. પ્રભાતમાં થતું પ્રભુ-મુખ-કમલનું દર્શન-સ્મરણ માંગલિક પવિત્ર હોઈને સ્તુતિ કરનાર આત્માને પાવન કરે છે.
બીજી સ્તુતિ સર્વ જિનેશ્વરોને ઉદ્દેશીને કરવામાં આવી છે, કારણ કે અધિકૃત જિન પછી તરત જ તેમનું સ્મરણ-સ્તવન કરવું યોગ્ય છે. જે અરિહંતોની દેવો પણ ભક્તિ કરે છે, તેને માટે આપણાં હૃદયમાં કેટલો ભાવ હોવો જોઈએ ? કેટલી ભક્તિ હોવી જોઈએ ? આપણે તેમની આગળ શિવસુખની માગણી કરીએ છીએ કે જેના તેઓ અપ્રતિમ સ્વામી થઈ ચૂક્યા છે. આ માગણી કરવાનો અર્થ એ છે કે “મારું જીવન ધ્યેય શિવ-સુખ છે અને તેની પ્રાપ્તિ આપ સિવાય અન્ય કોઈ દ્વારા થઈ શકે તેમ નથી. તેથી આપના પર અને આપના શાસન પર મારા હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા જાગ્રત થાઓ, આપે પ્રકાશિત કરેલાં જીવ, અજીવ આદિ તત્ત્વોનું મને યથાર્થ જ્ઞાન થાઓ અને આપે જે માર્ગ ગ્રહણ કરીને કૈવલ્યની પ્રાપ્તિ કરી, તે માર્ગે જવાનો પુરુષાર્થ પ્રકટો.
શિવ-સુખની માગણી કરનારે ઓછામાં ઓછી આટલી ભાવના તો નિત્ય પોતાના અંતરમાં ભાવવી જ જોઈએ.
ત્રીજી સ્તુતિ અર્વ-પ્રવચનની, અહવાણીની કે શ્રુતજ્ઞાનની કરવામાં આવી છે, કારણ કે ભવ-સાગરને તરવા માટે તે અપૂર્વ આલંબન છે. આ શ્રુતજ્ઞાનની ચંદ્રની સાથે તુલના કરીને એ બતાવી આપ્યું છે કે આકાશનો જે ચંદ્ર પૃથ્વી પર પ્રકાશ ફેંકે છે, તેના કરતાં પૃથ્વી પરનો આ ચન્દ્ર અનેક ગણો ઉત્તમ છે, અનેક રીતે અપૂર્વ છે. લૌકિક ચંદ્ર કલંકવાલો છે, વધ-ઘટ પામે છે, રાહુથી ગ્રસ્ત થાય છે, અમુક જ સમયે ઉદય પામે છે અને સામાન્ય મનુષ્યો વડે નમસ્કાર પામે છે, જ્યારે આ આગમરૂપ ચંદ્રમાં કલંક-રહિત છે, નિત્ય પૂર્ણ છે. કુતર્કરૂપી રાહુને ગળી જનારો છે, એટલે કે મિથ્યાત્વીઓની સર્વ કુયુક્તિઓનું ખંડન કરનારો છે, સદા ઉદયવાળો છે, જિન-ચંદ્રોની સુધા વાણીથી પ્રકટેલો કે નિર્માણ થયેલો છે અને મહાપંડિતો વડે નમસ્કાર કરાયેલો છે.
આ રીતે શ્રીવીરજિનની, સર્વ તીર્થકરોની અને તેમણે પ્રતિપાદિત કરેલા પ્રવચન-સિદ્ધાન્તની સ્તુતિ કરીને શ્રતધર્મની અપૂર્વ પ્રશંસા કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org