Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમોડસ્તુ વર્ધમાનાય” સૂત્ર ૦ ૩૪૧ તાપથી પીડિત થયેલાં પ્રાણીઓને શાંતિ આપે છે અને જે જેઠ માસમાં થયેલી (પહેલી) વર્ષા જેવો છે, તે મારા પર તુષ્ટિને ધારણ કરો. ૩.
(૬) સૂત્ર-પરિચય પ્રથમ અધિકૃત જિનની, પછી સામાન્ય જિનોની અને છેવટે આગમની અથવા શ્રુત-જ્ઞાનની સ્તુતિ કરવાનું ધોરણ પ્રાચીન છે. એ મુજબ આ સ્તુતિમાં સહુથી પહેલાં ધીર, વીર અને ગંભીર એવા શ્રીવર્ધમાનને વંદન કરવામાં આવ્યું છે. પછી દેવ-નિર્મિત સુવર્ણ-કમળો પર વિહરનારા ચોત્રીસ અતિશયોવાળા સર્વ જિનોને પ્રાર્થનામાં આવ્યા છે અને શ્રી તીર્થકરોની વાણીરૂપ શ્રુત-જ્ઞાનનો અનુગ્રહ ઈચ્છવામાં આવ્યો છે કે જેના વડે તત્ત્વબોધનો લાભ થાય અને ભયંકર ભવ-સાગરનો પાર સરળતાથી પામી શકાય.
આ સૂત્રના પહેલા શ્લોકમાં સુંદર અનુપ્રાસ છે. બીજા શ્લોકમાં અર્થાન્તર-ગર્ભિત ઉન્નેક્ષા છે અને ત્રીજા શ્લોકમાં ઉપમાલંકાર છે.
આ સ્તુતિની પહેલાં બોલવામાં આવતો “પુછાનો અનુદ્દેિ, નો ઉમાસમાળા' પાઠ આ સ્તુતિ કરવા માટે ગુરુના અનુશાસનની-આજ્ઞાની અપેક્ષા રાખે છે. છ આવશ્યકો પૂરાં થયાં પછી મંગલ-સ્તુતિ-નિમિત્તે આ સૂત્ર બોલાતું હોવાથી, એ આજ્ઞા માગ્યા પછી “નમો-'નું મંગલાચરણ કરવામાં આવે છે. સ્ત્રીઓ આ સ્તુતિને સ્થાને “સંસારદાવાનલ'ની સ્તુતિ બોલે છે.
(૭) પ્રકીર્ણક વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં વિદ્યમાન કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્ય-વિરચિત છંદોડનુશાસનના પ્રથમ સંજ્ઞાધ્યાયમાં પંદરમા સૂત્ર શ્રવ્યો વિરામો તિઃ'ની સ્વોપજ્ઞવૃત્તિમાં પાદાંત યતિના ઉદાહરણ તરીકે “નમોડસ્તુ વર્થમાના' સ્તુતિનું પ્રથમ પદ્ય જોવામાં આવે છે, તથા પૃ. ૪૧૮ની ટિપ્પણીમાં જણાવ્યા પ્રમાણે શ્રીતિલકાચાર્યે રચેલી સામાચારીમાં ચાર સ્તુતિઓ મળે છે.
* જુઓ સં. ૧૯૬૮માં શેઠ દેવકરણ મૂલચંદ દ્વારા (મુંબઈમાં) પ્રકાશિત આવૃત્તિ
પૃ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org