Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૦૬
શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
ઉપયોગી છે અને તે મનુષ્યનાં પાપોનો નાશ કરીને તેને કેવી રીતે ઊંચે લઈ જાય છે, તે દાખલા-દલીલપૂર્વક સમજાવવામાં આવ્યું છે. સારાંશ કે સમ્યગદૃષ્ટિને કર્મનો બંધ અલ્પ થાય છે અને તે પણ પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત' દ્વારા શીઘ્ર તૂટી જાય છે. વળી, જેમ માથેથી ભાર ઊતરતાં હળવાપણાનો અનુભવ થાય છે, તેમ કરેલાં પાપોની “નિંદા, ગહ અને આલોચના કરવાથી હળવાપણાનો અનુભવ થાય છે. સાવદ્ય ક્રિયાઓમાં ડૂબી રહેલા આત્માઓનો પણ ઉદ્ધાર કરીને તેમનાં દુઃખોનો સર્વથા નાશ કરનારી આ આવશ્યક ક્રિયા છે.
બેતાળીસમી ગાથામાં જણાવ્યું છે કે-“આલોચના' સૂક્ષ્મ અને સ્કૂલ એવા અનેક અતિચારોની કરવાની હોય છે. તેમાંથી પ્રતિક્રમણ-કાલે જે યાદ ન આવ્યા હોય, તે સર્વેનું અહીં “નિંદા અને ગહ' દ્વારા સામાન્ય પ્રતિક્રમણ' કરી લઉં છું.
- તેતાળીસમી ગાથામાં ‘વિરાધનામાંથી વિરમવાનો અને “આરાધના'માં તત્પર થવાનો નિર્ણય છે અને તે આરાધનાના પ્રથમ ઉપદેશક પરમોપકારી ચોવીસે જિનોને વંદન કરવામાં આવેલ છે.
ચુંમાળીસમી અને પિસ્તાળીસમી ગાથામાં અનુક્રમે સર્વે ચૈત્યો અને સર્વે સાધુઓને વંદના કરવામાં આવી છે, તથા છેતાળીસમી ગાથામાં ચોવીસે જિનવરોએ સ્વમુખેથી પ્રરૂપેલી ધર્મકથાઓનાં શ્રવણ, મનન અને ચિન્તનમાં બધો વખત પસાર થાય એવી ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. ' સુડતાળીસમી ગાથામાં અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુતજ્ઞાન અને ચારિત્રધર્મને, મંગલ માનવામાં આવ્યા છે અને સમ્યગ્દષ્ટિ-દેવો આગળ સમાધિ” તથા “બોધિ'ની માગણી કરવામાં આવી છે, તથા અડતાળીસમી ગાથામાં “પ્રતિક્રમણ” કયાં કયાં કારણોએ કરવું ઘટે તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ચાર કારણો નીચે મુજબ છે : “(૧) નિષિદ્ધ બાબતો કરવી. (૨) વિધેય બાબતો તજી દેવી. (૩) સર્વજ્ઞના સિદ્ધાંતો પર શ્રદ્ધા રાખવી નહિ. (૪) ઉસૂત્ર-પ્રરૂપણા કરવી.”
ઓગણપચાસમી ગાથામાં પોતે ચૌદ રાજલોકના સર્વે જીવો પ્રત્યે કરેલા અપરાધોની ક્ષમા માગવામાં આવી છે, તથા તેમને ક્ષમા કરવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org