Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૨૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
આ રીતે જેમના સહવાસ કે પરિચયમાં આવવાનો પ્રસંગ વધારે બને છે, તેમના પ્રત્યે સેવેલા કષાયોની ક્ષમા પ્રથમ માગવામાં આવે છે.
સબસ્સ.... દર્ય પ.
કષાય-પ્રતિક્રમણ કરનારો સાધુ આગળ વધીને સકલ શ્રમણ-સંઘને ખમાવે છે. તેના અંગે તે કહે છે-“મસ્તકે હાથ જોડીને પૂજ્ય એવા સકલ શ્રમણ-સંઘની ક્ષમા માગીને હું પણ સર્વેને ક્ષમા આપું છું.”
એક આચાર્યની સંતતિ-એક ગુરુનો શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર, એક ગુરુની આજ્ઞામાં વર્તનારા તથા સમાન સામાચારી પાળનારા સાધુઓના સમુદાયનું એક “કુલ' ગણાય છે. પરસ્પર અપેક્ષા રાખનારાં એવાં ત્રણ કુલોનો એક ગણ થાય છે, અને એવા તમામ ગણો ભેગા થઈને એક
શ્રમણ-સંઘ' બને છે. એટલે પ્રત્યેક સાધુ શ્રમણ-સંઘનો સભ્ય છે. આ અંગે રજૂ કરેલા આદર્શોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો તથા તેણે ઘડેલા નિયમોનું પાલન કરવું અને તેમ કરીને તેનું ગૌરવ વધારવું, એ પ્રત્યેક શ્રમણનું કર્તવ્ય છે. આ કર્તવ્ય-પાલનમાં કોઈ પણ કારણે શિથિલતા આવી હોય અથવા તેના આદર્શો, નિયમો કે વ્યવસ્થા પ્રત્યે કોઈ પણ પ્રકારનો કષાય ઉદ્ભવ્યો હોય, તેની ક્ષમા માગીને હૃદયનો ભાર હળવો કરવામાં આવે છે, તથા પોતે પણ તે બધાના સંભવિત દોષોની ક્ષમા આપીને વેરની વિષમ વૃત્તિમાંથી મુક્ત થાય છે.
સવજ્ઞ નીવરાતિસ....મયં પ.
છેવટે “કષાય-પ્રતિક્રમણ કરનારો સાધુ સર્વ જીવરાશિના જીવો પ્રત્યે થયેલા કષાયના ઉદયની ક્ષમા માગે છે. તે કહે છે :
“અંતઃકરણની સાચી ધર્મ-ભાવનાપૂર્વક જીવ-રાશિના સકલ જીવોની તેમના પ્રત્યે થયેલા કષાય અંગે ક્ષમા માગું છું, અને તેમને પણ ક્ષમા આપું છું.”
- સાધુતા એ વિશ્વ-મૈત્રીનું વ્રત હોઈને સકલ જીવો પ્રત્યે મૈત્રીભાવ જળવાઈ રહે, તેમ કરવાની પ્રત્યેક સાધુની ફરજ છે.
આમ આ ભાવના દ્વારા કોઈ પણ જીવ પ્રત્યે થયેલા કષાયમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org