Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
- ૩૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-ર
કારણસર થઈ ગયો હોય તો તરત જ તેની ક્ષમા માગવાની છે. આ ક્ષમા માગવાની શરૂઆત તે પોતાના આચાર્ય અને ઉપાધ્યાયથી કરે છે અને ક્રમશઃ શિષ્ય, સાધર્મિક, કુલ, ગણ, શ્રમણ-સંઘ અને અંતે સમસ્ત જીવરાશિના જીવોને પણ ખમાવે છે.
જ્યાં પ્રત્યેક સાયંકાળે, પ્રત્યેક પ્રાતઃકાળે, પ્રત્યેક પક્ષના અંતે, પ્રત્યેક ચાતુર્માસના અંતે અને પ્રત્યેક વર્ષના અંતે આ રીતે હૃદય-દર્પણને સ્વચ્છ કરવામાં આવતું હોય, ત્યાં વેર-ઝેર, ક્લેશ-કંકાસ કે કોઈ પણ જાતની કડવાશનો ડાઘ ટકી રહેવાનો સંભવ નથી. એટલે આ જાતની ક્ષમાયાચના પોતાના નિકટવર્તી જનોમાં નિખાલસતાની હવા ઉત્પન્ન કરે છે, ગણ અને સમુદાયમાં પરસ્પર સાધર્મિક સ્નેહ અને પ્રસન્નતાની ભાવનાને જન્મ આપે છે; સમસ્ત શ્રમણ-સંઘમાં ઐક્ય જળવાઈ રહે તેવું આદર્શ વાતાવરણ ખડું કરે છે; અને એ જાતનું આદર્શ વાતાવરણ તેને મોક્ષ-સાધનામાં મદદ કરે છે અને એક એવી જાતનું ભાવ-બલ સમર્પિત કરે છે કે જેને લીધે તે કષાયની કાલિમાને પુનઃ ધારણ કરતો નથી.
ટૂંકમાં આ સૂત્ર ક્ષમાના ઉચ્ચ આદર્શને જીવનમાં ઉતારવા માટે અતિ ઉપયોગી છે અને સર્વ મુમુક્ષુઓને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપે છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રની પહેલી બે ગાથાઓ “આવશ્યકસૂત્ર-ચૂર્ણિમાં અને ત્રણ ગાથાવાળો આખો પાઠ શ્રીહરિભદ્રસૂરિકૃત “આવશ્યકસૂત્રની ટીકા'માં મળે છે.
શ્રી હરિભદ્રસૂરિ વિરચિત પચ્ચવસ્તુક ગ્રંથ આવશ્યક વિધિ પૃ. ૭૭ મા ગાથા ૪૬૯-૪૭૦-૪૭૧ તરીકે છે.
સંસ્તારક-પ્રકીર્ણક”માં ગાથા ૧૦૪, ૧૦૫, ૧૦૬ તરીકે પણ આ પાઠ આપેલો છે.
સૂત્રની ભાષા આર્ષપ્રાકૃત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org