Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શ્રુતદેવતાની સ્તુતિ ૦ ૩૨૭.
સમ્યગુજ્ઞાન સર્વત્ર ભગવંતોએ પ્રરૂપેલા અને ગણધરોએ ગૂંથેલા સૂત્રસિદ્ધાંતોના આલંબન વડે પામી શકાય છે. તેથી એ સૂત્ર-સિદ્ધાંતોની ભક્તિ, આરાધના કે ઉપાસના ઈષ્ટ મનાયેલી છે. આવી ભક્તિ, આરાધના કે ઉપાસના નિરંતર સારી રીતે થાય તે માટે મૃતદેવતાને અનુલક્ષીને આઠ શ્વાસોશ્વાસના પ્રમાણવાળો કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ કાયોત્સર્ગ પારીને શ્રુતદેવતાની સ્તુતિ કરવા માટે પ્રસ્તુત ગાથા બોલવામાં આવે છે તેથી તે સુકેવા-શુ-કૃતવેવતા-સ્તુતિ:-શ્રુતદેવીની સ્તુતિ તરીકે ઓળખાય છે.
- તેમાં એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે કે જે લોકો શ્રુતસાગરમાં એટલે નિગ્રંથ-પ્રવચનમાં સદા અનન્ય શ્રદ્ધા રાખનારા છે, તેઓના જ્ઞાનાવરણીય-કર્મના સમૂહનો શ્રુતદેવી ક્ષય કરો.' આ ભાવના સપ્રયોજન છે. કારણ કે સ્તવાયેલી શ્રુતદેવતા જ્ઞાનાવરણીય કર્મને ખપાવવાના અવિરત પ્રયત્નમાં વિજ્ઞાદિ દૂર કરી આવશ્યક અનુકૂલતા કરવામાં સહાયભૂતનિમિત્તભૂત થાય છે, એમ મનાયેલું છે.
શ્રીઆવશ્યકસૂત્રની ચૂર્ણિ, બૃહદ્ઘત્તિ, લઘુવૃત્તિ, ભાષ્ય, પાક્ષિકસૂત્ર તથા પ્રવચનસારોદ્ધાર આદિ ગ્રંથોમાં શ્રુતદેવતાના કાયોત્સર્ગનું વિધાન છે.
શ્રીહરિભદ્રસૂરિએ શ્રીઆવશ્યકસૂત્ર-બૃહદ્ધત્તિના પ્રારંભમાં શ્રુતદેવતાને પણ નમસ્કાર કરેલો છે :
"प्रणिपत्य जिनवरेन्द्र, वीरं श्रुतदेवतां गुरून् साधून् । आवश्यकस्य विवृति, गुरूपदेशादहं वक्ष्ये ॥"
જિનવરેંદ્રને, વીરને, શ્રુતદેવતાને, ગુરુઓને અને સાધુઓને નમસ્કાર કરીને ગુરુના ઉપદેશથી હું આવશ્યકસૂત્રની વિવૃતિ-વિવરણને કહીશ.”
આ શ્રુતદેવતાની સ્તુતિ પ્રાયઃ પૂર્વાન્તર્ગત ગાથા હોવાથી સાધ્વીઓને અને શ્રાવિકાઓને પ્રતિક્રમણની વિધિમાં આ સ્તુતિ બોલવાની આજ્ઞા ન હોવાથી તેની જગ્યાએ તેઓ મત્તત્ર-સ્તુતિ બોલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org