Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૯૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
" खंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविज्जा इव, खंती दुरिआई सव्वाई ||"
સુખોનું મૂલ ‘ક્ષાંતિ’-ક્ષમા છે, ધર્મનું મૂલ પણ ઉત્તમ ‘ક્ષમા' છે; તે મહાવિદ્યાની જેમ સર્વ દુરિતોનો નાશ કરે છે.
‘ક્ષમા’નું મુખ્ય લક્ષણ વૈર-ત્યાગ છે, જે સામાએ કરેલા અપરાધને સહન ન કરવાથી વૈરવૃત્તિને ઉત્તેજન મળે છે. એ વૈરવૃત્તિનો ત્યાગ કરવાથી જ ક્ષમાધર્મનું પાલન શક્ય બને છે. આવું વલણ ધારણ કરવાનું મુખ્ય કારણ એ છે કે વૈરથી વૈર શમતું નથી, પરંતુ ઊલટું વધે છે અને છેવટે એના ધારણ કરનારની સર્વ શાંતિને હરી લે છે; એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા અને સ્વભક્ષક એવા વૈરને મૂળમાંથી જ છેદવું, તે ડહાપણ-ભરેલું છે. ‘વસમેન દળે ોહં' અર્થાત્ ઉપશમ વડે ક્રોધને હણવો જોઈએ એ આર્ષવચનનું રહસ્ય પણ એ જ છે. કારણ કે વિશિષ્ટ આધ્યાત્મિક વિકાસ માટે તે એક અનિવાર્ય વસ્તુ છે. વળી પોતાનું બગાડનાર કે સુધારનાર પોતાના આત્મા સિવાય બીજો કોઈ નથી, એ સિદ્ધાન્ત પણ ક્ષમાવૃત્તિને અનિવાર્ય બનાવે છે.
અપરાધોની ક્ષમા માગવાની સાથે મૈત્રીભાવ હોવો પણ આવશ્યક છે, કારણ કે મૈત્રીભાવ વિના સંભવિત અપરાધોમાંથી કે હિંસામાંથી બચી શકાતું નથી. મૈત્રીભાવનું મૂળ અહિંસા છે અને અહિંસાનું મૂળ સમત્વ કે આત્મૌપમ્યની ભાવનામાં રહેલું છે. તે સંબંધી મહાપુરુષોએ પ્રચંડ ઘોષણા કરીને જણાવ્યું છે કે :- ‘સત્રે પાળા પિયાડયા, સુ–સાયા, કુલપઙિળતા, અપ્પિય-વા, પિયનૌવિળો, નીવિડ-જામા, સવ્વુત્તિ નીવિયં પિયં । સફ્ળ વિ पाणं पुढो वहं पकुव्वइ, जसि मे पाणा पव्वहिया, पडिलेहाए नो निकरर्णाए, ક્ષ પરિત્રા પવુત્ત્વ, મ્મોવસન્તી ।' (આચારાંગસૂત્ર). ‘બધાં પ્રાણોનેપ્રાણીઓને આયુષ્ય અને સુખ પ્રિય છે, તથા દુ:ખ અને વધ અપ્રિય તથા પ્રતિકૂળ છે. તેઓ જીવિતની કામનાવાળા અને જીવિતને પ્રિય માનનારા હોય છે. બધાને જીવિત પ્રિય છે. પોતાના પ્રમાદને લીધે પ્રાણોને અત્યાર સુધી જે વધ-વ્યથા કરી છે, તેની પ્રતિલેખના (પ્રતિક્રમણ) કરીને, ફરીથી તેવું ન કરવું, તેનું નામ ‘ખરી સમજ' કહેવાય અને એ જ કર્મોની ઉપશાંતિ છે.’ અન્ય શાસ્ત્રકારોએ પણ કહ્યું છે કે-‘આત્મનઃ પ્રતિજ્ઞાનિ પરેષાં ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org