Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
સત્રની [સર્વાનું નીવાન-સર્વ જીવોને, સર્વ જીવો પાસે. સર્વ જીવોથી ચૌદ રાજલોકમાં રહેલા તમામ જીવો સમજવાના છે.
ગાથા ૪૯-૫૦ આ બન્ને ગાથાઓ આવશ્યકસૂત્ર-પ્રતિક્રમણ અધ્યયનના અંતમાં આવેલી છે.-(મા. નિ. વી. દિ. વિ. પૃ. ૨૪૨ મ)
સલ્વે-[સર્વે-સર્વે-બધા. નીવામુનીવ-જીવો. વસંતુ-[ક્ષાગતું-ક્ષમા કરો. છે- -મને મિત્ત-મૈત્રી-મૈત્રી, મિત્રતા.
fમ-સ્નેહ કરવો, ભલી લાગણી પ્રદર્શિત કરવી; તે પરથી મિત્રસ્નેહ કરનાર, ભલી લાગણી પ્રદર્શિત કરનાર, તેનો ભાવ તે મિત્રતા. મિત્રી માવ: વી મૈત્રી'. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં મૈત્રી ભાવનાનો અર્થ નીચે પ્રમાણે કરેલો છે -
"मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः । મુખ્યતા વચ્ચેષા, મતિર્મંત્રી નિરાતે ૧૨૮ા”
કોઈ પણ પ્રાણી પાપ ન કરો, કોઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ, આખું જગત મુક્ત થાઓ, આવી બુદ્ધિ તે “મૈત્રી કહેવાય છે.
મૈત્રી આદિ ચાર ભાવનાથી યુક્ત અનુષ્ઠાનને જ ધર્મ કહ્યો છે, તેથી ધર્મના અર્થીને તે ચારે ભાવનાની આવશ્યકતા તો છે જ. પરંતુ પ્રમોદ વગેરે ત્રણે ભાવનાની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિમાં મૈત્રીનો અભાવ પ્રતિબંધ કરે છે. અર્થાત જો મૈત્રીભાવ ન હોય તો પ્રમોદ આદિ ત્રણ ભાવો ઉત્પન્ન થઈ શકતા નથી. જો મૈત્રી હોય તો પ્રમોદ વગેરે બીજી ત્રણે ભાવના ન હોવા છતાં તે ત્રણેની ઉત્પત્તિ વગેરેમાં સુલભતા થાય છે. માટે “મારે સર્વ જીવો સાથે મૈત્રી હો' એમ વારંવાર કહેવાય છે.
-તાત્ત્વિક પ્રશ્નોત્તરાણિ (પૃ. ૨૦૧-૨) છે-[E]-મારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org