Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
શ્રદ્ધાનો સંબંધ શ્રીજિનેશ્વરદેવોએ પ્રરૂપેલાં જીવાજીવાદિ તત્ત્વો સાથે છે; એટલે જિન-પ્રણીત તત્ત્વોમાં શ્રદ્ધા ન કરી હોય તેના વિશે, જિન-વચનોમાં વિશ્વાસ ન રાખ્યો હોય તે વિષયમાં.
તહીં-તથા]-તે જ રીતે.
વિવરી-પરૂવUTU-[વિપરીત-પ્રરૂપUPયાન-વિપરીત પ્રરૂપણાને વિશે, ઉન્માર્ગ-દેશનાને વિશે.
વિપરીત એવી જે પ્રપUTI તે વિપરીત પ્રરૂપ, તેના વિશે. વિપરીત એટલે વિરુદ્ધ. “પ્રરૂપ' એટલે વ્યાખ્યાન કે કથન પ્રષ્ટિ પ્રથાના પ્રતા વી
પણ પ્રરૂપણા'-પ્રકૃષ્ટ, પ્રધાન કે પ્રગત એવી જે રૂપણા-(એવું જે પ્રદર્શિત કરાયેલું કથન) તે પ્રરૂપણા.
મ-વિ-અને.
(૪૮-૪) પડિસિદ્ધા.......વિવરી-પરૂવMIણ . - - “વ્રતોની વિરાધના થવાનો સંભવ વ્રતધારીઓને હોય છે, નહિ કે વ્રત-રહિતોને, તેથી પ્રતિક્રમણની ક્રિયા મુખ્યતયા વ્રતવાળાઓને ઘટે છે; પરંતુ વ્રત નહિ ધારણ કરેલા એવા શ્રાવકોને ઘટતી નથી.' એમ જેઓ માને છે તેમને ગાથા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રતિક્રમણની ક્રિયા સર્વ મુમુક્ષુઓ માટે-સર્વ શ્રાવકો માટે છે, કારણ કે નીચેના ચાર હેતુથી પ્રતિક્રમણની આવશ્યકતા ઊભી થાય છે :
“(૧) જ્ઞાનીઓએ જે વસ્તુઓનો કે ક્રિયાઓનો નિષેધ કરેલો છે, તેવી ક્રિયાઓ કરી હોય.
(૨) જ્ઞાનીઓએ જે વસ્તુઓ કે ક્રિયા કરવાની કહી છે, તે ન કરી હોય.
(૩) શ્રીજિનેશ્વરદેવનાં વચનો પર અશ્રદ્ધા કરી હોય.
(૪) શ્રીજિનેશ્વરદેવના કથનથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હોય, કાંઈ પણ વિરુદ્ધ બોલાયું હોય.”
પહેલા હેતુથી અઢાર-પાપસ્થાનકોનો સમાવેશ થાય છે, કે જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org