Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૨૯૭ સત્રમૂ-સિર્વભૂતેષુ-સર્વ ભૂતો પ્રત્યે, સર્વ જીવો પ્રત્યે.
સર્વા ભવનાત્ મૂત: I’–સર્વદા હોવાથી “ભૂત” અથવા “અપૂવન, મતિ, ભવિષ્યનીતિ ભૂતાનિ'જે થયા હતા, થાય છે અને થશે તે “ભૂત' તેના એકાર્થી શબ્દો પ્રાણ, જીવ અને સત્ત્વ છે. “TM મૂયા નીવામાં સત્તામાં fથાનિ વૈતાનિ ” (આચા. શ્રત. ૧. અ. ૬. ઉ. ૯.)
વેરં-વૈર-વૈર, દુશ્મનાવટ. મટ્ટ-[]-મારે. --[]-ન. વેપાછું [વિત]-કોઈની સાથે. (૪૯-૪) રામ..........
પ્રતિક્રમણનું સ્વરૂપ અને તેના હેતુઓ કહ્યા પછી પ્રતિક્રમણની સાર્થકતા ક્યારે કહેવાય ? તે જણાવવાને આ ગાથા રજૂ કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે “હું ચૌદ રાજલોકમાં રહેલા સર્વ જીવોની ક્ષમા માંગું છું,'. કારણ કે આ સંસારમાં જન્મ-મરણના ફેરા ફરતાં કોઈ સ્થળ એવું નથી કે
જ્યાં આ જીવ એક કરતાં વધુ વાર ઉત્પન્ન થયો ન હોય. એટલે વિવિધ પ્રકારના સંબંધો અને સંપર્કોમાં આવતાં મારા દ્વારા તેમનો કોઈ ને કોઈ પ્રકારે અપરાધ થયો હોય તેવો સંભવ છે.
કોઈનો યે અપરાધ કરવો તે અહિંસાદિ ધર્મની મૂળ ભાવનાથી વિરુદ્ધ હોઈને ચારિત્રની નિર્મળતાને દૂષણ લગાડનાર છે, તેથી તેનું પ્રતિક્રમણ તેની શુદ્ધિ સત્વરે થવી ઘટે છે. આવી શુદ્ધિ કરવા માટે ક્ષમાની યાચના કરું છું.
ક્ષમા' એટલે ક્રોધનું વિસર્જન, વૈરનો ત્યાગ સહનશીલતા. એના વિના આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થઈ શકે જ નહિ. તેથી દશવિધ યતિધર્મમાં તેનું સ્થાન પહેલું છે. અને ક્ષમાશ્રમણ જેવા સૂચક શબ્દની યોજના તેની પ્રધાનતાને લીધે જ થયેલી છે. વળી “વંતિ-સૂરી અરિહંતા’-અરિહંતો ક્ષમા”ને વિશે શૂરવીર હોય છે, એ ઉક્તિ પણ “ક્ષમાધર્મનું ગૌરવ બતાવનારી છે. કહ્યું છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org