Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૦૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
(૪) વૈરીઓનું નિકંદન કાઢો.
(૫) મિલ-કારખાનાં વગેરે ચાલુ કરો. (૬) શસ્ત્ર-અસ્ત્રને તેજ કરો.
(૭) નહેરો, તળાવો અને કૂવાઓ ખોદાવો.
(૮) જંગલમાં દવ લગાડો, વગેરે.
ઘર-કામ, ઘર-ખેડ કે વ્યાપાર-ધંધા અંગે પોતાના પુત્રપરિવારને આવા શબ્દો કહેવા પડે તો તે ‘અર્થદંડ' છે, પરંતુ જેની જવાબદારી પોતાને માથે નથી તેવાઓને આવા શબ્દો કહેવા તે ‘અનર્થદંડ' છે-‘પાપોપદેશ’ છે.
‘હિંસ-પ્રદાન’ એટલે હિંસાકારી વસ્તુઓ બીજાને આપવી તે. તરવાર, બંદૂક, ભાલાં, બરછી વગેરે શસ્ત્રો, વિવિધ પ્રકારના અગ્નિ, મુશળ, ખાંડણિયા વગેરે સાધનો, ઘંટી, ઘાણી, રેંટ, ઘરેડી, ગાડાં વગેરે યંત્ર; ઘાસ, દોરડાં બનાવવાની વનસ્પતિ તથા ઔષધિરૂપ વિશિષ્ટ પ્રકારનાં તૃણો; ઈંધણાં તથા ઓજારો બનાવી શકાય તેવાં કાષ્ઠ; વશીકરણાદિ મંત્રો; જડીબુટ્ટીરૂપ મૂળિયાં; તથા ઉચ્ચાટનાદિ માટે કામ આવતાં, જુદી જુદી વસ્તુઓના સંયોગથી બનેલાં ભૈષજ્યો-દ્રવ્યો અન્યને આપવાથી એક યા બીજા પ્રકારે હિંસાને ઉત્તેજન મળવાનો સંભવ રહે છે, તેથી તેનો સમાવેશ ‘અનર્થદંડ'માં થાય છે. પરંતુ આ વસ્તુઓ જો અસાધારણ સંયોગોમાં કે વિશિષ્ટ પ્રયોજનપૂર્વક આપવી પડે તો તેનો અંતર્ભાવ ‘અનર્થદંડ'માં થતો નથી.
પ્રમાદાચરણ’ એટલે પ્રમાદપૂર્વકનું આચરણ, પ્રમાદ વડે ઉત્પન્ન થતું આચરણ. તેનો વિચાર આગળની ગાથામાં કરેલો છે.
(૨૪-૫) આઠમાં ‘અનર્થદંડવિરમણ' વ્રતનો ત્રીજો પ્રકાર હિસ્ત્રપ્રદાન-શસ્ત્ર, અગ્નિ, મુશલ (ઉપલક્ષણથી ખાંડણિયો, હળ વગેરે), ઘંટી વગેરે યંત્રો,, જુદી જુદી જાતનાં તૃણો, લાકડી વગેરે કાષ્ઠ, તથા મંત્ર, મૂળ (જડીબુટ્ટી) અને ભૈષજ્યો (અનેક વસ્તુ મિશ્ર ચૂર્ણાદિક) એ દરેક પાપારંભવાળી વસ્તુઓ વિના પ્રયોજને બીજાને આપતાં તથા અપાવતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org