Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૦ ૨૦૫ “(૧) અપધ્યાન, (૨) પાપોપદેશ, (૩) હિંન્નપ્રદાન અને (૪) પ્રમાદાચરણ.”
(૧) “અપધ્યાન' એટલે અનિષ્ટ ધ્યાન-અપ્રશસ્ત ધ્યાન. તે બે પ્રકારનું છે : “આર્તધ્યાન અને રૌદ્રધ્યાન”. તેમાં (મ) આર્તધ્યાન“અનિષ્ટ-વિયોગ-સંબંધી, રોગ-ચિંતા-સંબંધી, ઇષ્ટ-સંયોગસંબંધી અને નિદાન અથવા અગ્રલોચ”ના ભેદથી ચાર પ્રકારનું છે. શબ્દાદિ જે વિષયો પોતાને ઈષ્ટ નથી-પ્રિય નથી તે કોઈ પણ વાર ન મળે તો સારું એવી વિચારશ્રેણિ તે
અનિષ્ટ-વિયોગ આર્તધ્યાન પ્રાપ્ત કે અપ્રાપ્ત રોગ-સંબંધી ચિંતા કે ગડમથલો કરવી તે “રોગ-ચિંતા આર્તધ્યાન”. (રોગનો ઉદ્દભવ પૂર્વકર્મના ઉદયથી થાય છે, એટલે તેના વિયોગની ચિંતા કર્યે કાંઈ ઉપયોગી અર્થ સરતો નથી, માટે તે પ્રકારના વિચારોનો સમાવેશ અનર્થદંડમાં થાય છે.) ઈષ્ટ એટલે પ્રિય પદાર્થો ક્યારે મળે? અને તે કેમ કાયમ રહે. તેવા વિચારો તે “ઇષ્ટ-સંયોગ આર્તધ્યાન અને આવતા ભવમાં મને દેવ, દેવેન્દ્ર, ચક્રવર્તી આદિની અમુક ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય એવી વિચારશ્રેણિ તે “નિદાન” અથવા “અગ્રશોચ આર્તધ્યાન”. (ગા) રૌદ્રધ્યાન પણ “હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી અને સંરક્ષણાનુબંધી”ના ભેદથી ચાર પ્રકારનું છે. ક્રોધાદિ કષાયના ઉદયથી અન્યની હિંસા કરવા સંબંધી જે વિચારો ઉદ્ભવે તે “હિંસાનુબંધી રૌદ્રધ્યાન,” મૃષા બોલવા-સંબંધી જે વિચારો ઉદભવે તે “મૃષાનુબંધી રૌદ્રધ્યાન,” ચોરી કરવા માટે જે વિચારો ઉદ્દભવે તે “સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન' અને વિષયનાં સાધનોનુંપરિગ્રહનું રક્ષણ કરવા માટે અન્યનું મરણ ઈચ્છવામાં આવે, બૂરું તાકવામાં આવે કે જે કાંઈ અનુચિત વિચારો કરવામાં આવે તે “વિષય-સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન'.
જે સૂચના, સલાહ કે શિખામણ આપવાથી અન્યને આરંભ-સમારંભ કરવાની પ્રેરણા મળે, તે “પાપોપદેશ'. જેમ કે
(૧) વાછરડાને બળદ બનાવીને કામમાં લ્યો. (૨) ઘોડાને ફેરવીને તૈયાર કરો. (૩) માંછલાં પકડવાને જાળ નાખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org