Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ’ સૂત્ર૦ ૨૪૫ મળરૂપી મન્ત તે મળાન્ત, તેના વિશે. (૩૩-૪) {દ તો..મર ને. આ ગાથામાં “સંલેખના'ના પાંચ અતિચારો જણાવેલા છે.
સારી લેખના તે “સંલેખના'. અહીં “તિq' ધાતુ શોષણનો ભાવ બતાવે છે. એટલે જેનાથી સારી રીતે શોષણ થાય તે “સંખના' તપ-ક્રિયા કહેવાય. આ શોષણ શરીર અને કષાયો વગેરેનું કરવાનું હોય છે, તેથી શરીર અને કષાયો વગેરેનું શોષણ કરનારું જે તપ તેને “સંલેખના' કહેવામાં આવે છે. તે માટે પંચવસ્તકમાં કહ્યું છે કે :
"संलेहणा इहं खलु, तवकिरिया जिणवरेहिं पण्णत्ता । નં તીણ સંસ્ત્રિહિન્ન, વેદ-સાયારૂં ઉમેvi iફરૂદ્દદ્દા"
“દેહ અને કષાયો વગેરેને નિયમથી પાતળા પાડી દે-કૃશ કરી નાખે, તેવી તપક્રિયાને જિનવરોએ અહીં “સંલેખના' કહી છે.”
મરણ-સમયે યોગ્ય સમાધિ, સ્થિરતા અને આરાધના જળવાઈ રહે તે માટે જ્યારે બળ, વીર્ય, સાહસ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ વિદ્યમાન હોય ત્યારે જ ખાવું-પીવું તજી દઈને મરણ-પર્યતનું અણસણ કરવું, તે “સંલેખનાનો મુખ્ય હેતુ છે. શ્રીઉપાસકદશાંગસૂત્રમાં તેને અપશ્ચિમમારણાંતિક-સંલેખના' કહી છે.
જે સાધુ તથા શ્રાવક “સંલેખના' કરવાની ભાવના રાખતા હોય તેમણે પ્રથમ “સંલેખના નામનું તપ આગમોક્ત વિધિએ કરવું જોઈએ. તે તપના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એવા ત્રણ પ્રકારો છે. તેમાં ઉત્કૃષ્ટ તપ બાર વર્ષનું છે. મધ્યમ તાપ બાર માસનું છે અને જઘન્ય તપ બાર પક્ષ એટલે છ માસનું છે. તેમાં છઠ્ઠ, અટ્ટમ, એકાંતર ઉપવાસ અને આયંબિલ વિવિધ પ્રકારે કરવાનાં હોય છે.
વૃદ્ધાવસ્થાને લીધે, રોગાદિકને કારણે કે પ્રબળ વૈરાગ્યથી “સંલેખના” કરવાની ઇચ્છા થાય ત્યારે શક્તિ-સંયોગો જોઈને પ્રથમ તિવિહારો કે ચોવિહારો “સંલેખના-તપ’ કરવામાં આવે છે. આ તપ સ્વીકાર્યા પછી મનના ભાવો નિર્મળ રહે તેવા જ પ્રયાસો કરવાના હોય છે. અગાઉ જેણે શરીરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org