Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૦ ૨૨૯ અને તેમાં રહેલા દોષો મેલસમાન છે અને પ્રતિક્રમણની ક્રિયા તથા તેમાં રહેલા ગુણો સ્નાન-સમાન છે. આથી સમજી શકાશે કે- ‘પ્રતિક્રમણ એય એક પ્રકારનું ભાવ-સ્નાન” છે અને તેના વડે આત્મા ક્રમશઃ પરમ વિશુદ્ધિને પામે છે.
પ્રતિક્રમણથી અનુચિત કાર્યો પ્રત્યે જુગુપ્સા પેદા થાય છે, તે કરવા માટેનો મોહ ઘટી જાય છે અને તેની સંપૂર્ણ નિસારતા જેમ જેમ સમજાતી જાય છે, તેમ તેમ તેમાં ફરી પ્રવૃત્તિ કરવાનું મન થતું નથી. કારણવશાત્ એવાં કામો પુનઃ કરવાં પડે છે, તો પણ તેમાં ઉત્કટ રસ આવતો નથી, એટલે આત્માના અધ્યવસાયો નિષ્ફર બનતા નથી.
અધ્યવસાયોની તર-તમતા સમજવા માટે “છ પુરુષો અને જંબૂવૃક્ષ તથા “છ લૂંટારા અને ગામનાં દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે.
(5) જંબૂવૃક્ષ અને છ પુરુષો છ મુસાફરો એક જંબૂવૃક્ષ નીચે આવ્યા. તેમાંના પહેલાએ કહ્યું : “આ જાંબૂડાના ઝાડને તોડી પાડીએ તો મન-ગમતાં જાંબૂ ખાઈ શકાય.” બીજાએ કહ્યું: “આખા ઝાડને તોડી પાડવાને બદલે તેનું એક મોટું ડાળું જ તોડી પાડીએ તો આપણું કામ થઈ જશે.' ત્રીજાએ કહ્યું : “એમાં ડાળું પાડવાની શું જરૂર છે ? એક મોટી ડાળીને જ તોડી પાડો ને? એમાંથી આપણને જોઈએ તેટલાં જાંબુ મળી રહેશે.” ચોથાએ કહ્યું “મોટી કે નાની ડાળી તોડવાની જરૂર નથી, માત્ર ફળવાળા ગુચ્છાઓ જ તોડી પાડો’ પાંચમાએ કહ્યું : “મને તો એ પણ વાજબી જણાતું નથી. જો આપણે જાંબૂડાં ખાવાનું જ કામ છે તો માત્ર જાંબૂડાં જ તોડી લ્યો.' એ સાંભળી છઠ્ઠાએ કહ્યું કે : “ભૂખ શમાવવી એ આપણું પ્રયોજન છે, તો નિષ્કારણ વૃક્ષને ઉખેડવાની, તોડવાની કે તેનાં ફળો પાડવાની ચેષ્ટા શું કામ કરવી? અહીં ઘણાં જાંબૂડાં પોતાની મેળે જ નીચે પડેલાં છે, જે તાજાં અને સ્વાદિષ્ટ છે, માટે તેનાથી જ કામ ચલાવો.”
છ લૂંટારા અને ગામ છ લૂંટારાઓએ એક ગામ લૂંટવાનો નિશ્ચય કર્યો. તેમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org