Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
તિવિહેળ-[fxવિષેન]-ત્રણ પ્રકારે.
‘ત્રિવિધન મનો-વાદ્-બાયૈઃ ।' (અદી.). ‘ત્રિવિધે એટલે મન, વચન
અને કાયા વડે.'
૨૮૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પડિતો-[પ્રતિજ્રાન્ત:]-પડિક્કમતો, પ્રતિક્રમણ કરતો, નિવૃત્ત થતો. વંદ્વામિ-[વન્દે] હું વાંદું છું.
બિળે-[બિનાન્]-જિનોને. ચડવ્વીસ-[ઋતુવિજ્ઞતિમ્]- ચોવીસને. (૪૩-૪) તસ્ય ધમ્મK....... વડળીસ.
સામાન્ય અને વિશેષ પ્રકારની આલોચના-પૂર્વક અતિચારોનું પ્રતિક્રમણ કર્યા પછી તેના પ્રરૂપકો પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવા માટે મંગલરૂપેવંદન-નિમિત્તે આ ગાથા બોલવામાં આવે છે.
પ્રતિક્રમણની ક્રિયા ધર્મારાધનાનું એક મુખ્ય અંગ છે કે જે ધર્મનો સ્વીકાર ગુરુ પાસે કરવામાં આવે છે. આ ધર્મના મૂળપ્રરૂપક સર્વજ્ઞ અને સર્વદર્શી એવા જિનેશ્વર ભગવંતો છે. તેમણે ‘સાધુ-ધર્મ’ અને ‘શ્રાવક-ધર્મ’ એમ બે પ્રકારની ધર્મારાધના બતાવી છે, તેમાં ગુરુ-સમક્ષ બાર પ્રકારના ‘શ્રાવક-ધર્મ’નો સમ્યક્ત્વ સાથે સ્વીકાર કરવો અને તેના પાલનમાં પ્રયત્નવંત રહેવું, એ ‘શ્રાવક-ધર્મ’ની આરાધના છે. આવી આરાધના માટે તત્પર થનારે વિરાધનાથી વિરત થવું જોઈએ, કારણ કે જ્યાં વિરાધના હોય ત્યાં આરાધનાનો સંભવ નથી. એટલે ‘વિઓ મિ વિહળા'-હું વિરાધનાથી વિરત થયો છું, એ શબ્દો ઉચ્ચારવામાં આવે છે. પરંતુ વિરાધનામાંથી વિરામ પામવાપણું પણ ત્યારે જ ગણાય કે જ્યારે તમામ દોષોની મન, વચન અને કાયાથી શુદ્ધિ કરી હોય તે હકીકત દર્શાવવાને અહીં ‘તિવિહેળ પડિńતો' એ શબ્દો મૂકવામાં આવ્યા છે. મન, વચન અને કાયાની શુદ્ધિ એ ભાવ-વંદનની સાચી ભૂમિકા છે. ‘પ્રશસ્ત-બાય-વાડ્મન:-પ્રવૃત્તિરિતિ વન્તનમ્' (લ.વિ), એટલે તે વિશુદ્ધિની પ્રાપ્તિ થવાથી વિશુદ્ધ ધર્મના ઉપદેશક અને પરોપકારી એવા જિનવરોને વંદન કરવાની સાચી યોગ્યતા પ્રકટ થાય છે. તે યોગ્યતાના આધારે અહીં ચોવીસ જિનોને વંદન કરવામાં આવે છે. ‘ચોવીસ જિન'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org