Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૨૮૯ ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં થયેલા છે, તેથી આ વંદન સર્વ ચોવીસ જિનોનેબધી ચોવીસીઓને કરવામાં આવે છે, જો કે ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ તેમાં ઋષભાદિ ચોવીસ તીર્થંકરોની મુખ્યતા છે.
આ રીતે આ ગાથા પ્રતિક્રમણ કરનારને આરાધકની કોટીમાં મૂકે છે. શ્રીતીર્થકર દેવોએ મોક્ષ-સાધક અસંખ્ય યોગોની પ્રરૂપણા કરેલી છે. તેમાંના એક એક યોગની આરાધના કરીને અનંત આત્માઓએ સકલ દુઃખોનો ક્ષય કર્યો છે તથા મંગલમય મુક્તિની પ્રાપ્તિ કરી છે. તે સંબંધી વાચક-મુખ્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થસૂત્રની કારિકામાં કહ્યું છે કે :
"एकमपि जिनवचनं, यस्मानिर्वाहकं पदं भवति । શ્રયન્ત વીનન્તા, સામયિમત્રપદ્ધિ : ”
શ્રીજિનેશ્વર દેવનું એક વચન પણ-જો ભાવપૂર્વક અમલમાં મૂકવામાં આવે તો ભવને તારનારું થાય છે. સંભળાય છે કે એક સામાયિક પદમાત્રની ભાવનાથી અનંત જીવો સિદ્ધ થયા છે.”
તેથી પ્રતિક્રમણ પણ મોક્ષમાર્ગની આરાધનાનો એક યોગ છે કે જેની સિદ્ધિ નાના-મોટા તમામ અતિચારોનું શોધન કરવાથી થાય છે.
(૪૩-૫) હવે હું કેવલી ભગવંતોએ પ્રરૂપેલા અને ગુરુ પાસે સ્વીકારેલા શ્રાવકધર્મની આરાધના માટે તત્પર (ઊભો) થયો છું અને વિરાધનાથી વિરામ પામ્યો છું; તેથી મન, વચન અને કાયા વડે તમામ દોષોથી નિવૃત્ત થઈને ચોવીસ જિનોને વંદન કરું છું.
(અહીં વંલા વિષે વડળીમાં પદથી પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રના તથા ઉપલક્ષણથી પાંચ મહાવિદેહ ક્ષેત્રના તીર્થકરોને પણ વંદના સમજવાની છે.)
અવતરણિકા-આ પ્રમાણે ભાવ જિનેશ્વરોને નમસ્કાર કરી સમ્યક્તની શુદ્ધિ અર્થે ત્રણ લોકમાં રહેલા શાશ્વત, અશાશ્વત, સ્થાપના જિનેશ્વરોને વંદના માટે ૪૪મી ગાથા જણાવાય છે.
પ્રસ્તુત ગાથા (૪૪)ના વિવરણ વિભાગ ૩-૪-૫ માટે જુઓ સૂત્ર ૧૫. ચોથી આવૃત્તિ.
Jain Edu31.02-110ational
For Private & Personal Use Only
www.jainelibrary.org