Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૮૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કરવું જોઈએ.”
સંધ્યા-સમય કોને કહેવાય? તે માટે કહ્યું છે કે :“અહોરાત્રણ યઃ બ્ધિ, સૂર્ય-નક્ષત્રનતઃ | सा च सन्ध्या समाख्याता, मुनिभिस्तत्त्ववेदिभिः ॥"
સૂર્ય અને નક્ષત્રોથી વર્જિત અહોરાત્રનો જે સંધિકાળ, તેને તત્ત્વના જાણકાર મુનિઓએ “સળ્યા-સમય' કહ્યો છે. (દક્ષ).”
તેની વિશેષ સ્પષ્ટતા નીચે પ્રમાણે કરવામાં આવે છે :'सन्ध्या मुहूर्तमाख्याता, हास-वृद्धौ समा स्मृता ।'
સંધ્યાનો સમય એક મુહૂર્ત જેટલો, એટલે બે ઘડી ગણાય છે. તેમાં સૂર્યના ઉદયનો અને અસ્તનો જે સમય હોય તેની એક ઘડી પહેલાંની અને એક ઘડી પછીની-એમ બે ઘડીઓ ગણવી.”
જૈન-સમાચારી પ્રમાણે સવારનું પ્રતિક્રમણ લગભગ એવા સમયે
+ રાત્રિને અંતે કરવામાં આવે તે “રાત્રિક' પ્રતિક્રમણ. તેનો સમય નીચે પ્રમાણે કહ્યો છે :
आवस्सयस्स समए, निद्दामुदं चयंति आयरिआ ।
तह तं कुणंति जह दस-पडिलेहणाणंतरं सूरो ॥"
ભાવાર્થ-પ્રતિક્રમણના સમયે આચાર્ય ભગવંત જાગે છે અને પ્રતિક્રમણ ત્યારે શરૂ કરે છે, કે તે પછી કરાતી દશ (વસ્તુની) પડિલેહણા પૂર્ણ થતાં સૂર્યોદય થાય.
આ સમય ઉત્સર્ગથી સમજવો, અપવાદે (સકારણે) તો યોગશાસ્ત્રની ટીકામાં તે “રાત્રિક પ્રતિક્રમણ' પાછલી અર્ધરાત્રિથી બીજા દિવસના મધ્યાહ્ન સુધી કરી શકાય છે. કહ્યું છે કે :
ધાડપોરિસ ના, રામાવયજ્ઞ પુતાણ I ववहाराभि प्पाया तेण परं जाव पुरिमड्ढे ॥"
ભાવાર્થ-આવશ્યકસૂટાની ચૂલિકામાં રાઈ પ્રતિક્રમણ ઉદ્ઘાટ પોરિસી (સૂર્યોદય પછી પોણા પ્રહર) સુધી થઈ શકે એમ કહ્યું છે અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય તો તે પછી પુરિમાદ્ધ (મધ્યાહ્ન) સુધી પણ કરી શકાય છે.
ધર્મસંગ્રહ (ભાગ ૧, પૃ. ૫૭૪-૫૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org