Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વંદિત્તુ’ સૂત્ર ૨૮૫
શરૂ કરવું જોઈએ કે તે થઈ રહ્યા બાદ તરત દશ વસ્તુની પ્રતિલેખના(પડિલેહણા) પૂર્ણ થતાં સૂર્યોદય થતાં તેમ જ સાંજનું પ્રતિક્રમણ એવી રીતે કરવું ઘટે કે અસ્ત થતો સૂર્ય જ્યારે અડધો બૂડેલો(અડધો) દેખાતો હોય, તે અસ્ત સમયે (ગીતાર્થો) પ્રતિક્રમણસૂત્ર (શ્રાવકો વંદિત્તુ સૂત્ર) ભણે છે, એ વચનને અનુસારે દૈવસિક પ્રતિક્રમણનો કાળ સમજી લેવો. પરંતુ આ સમય ન સચવાયો હોય તો મોડેથી પણ એ પ્રતિક્રમણની ક્રિયાનું પાલન કરવું ઘટે .
ગૃહસ્થ-જીવનમાં આવું બનવાનો સંભવ વિશેષ છે, કારણ કે તેમાં અનેક જાતની પરાધીનતા પ્રવર્તે છે. તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે :“વિત્તી-વોલ્ઝેમ્મિ ૩, શિહિો સીમંતિ સિિરયા ૩ । નિરવિવશ્વસ્ત ૩ નુત્તો, સંપુત્રો સંગમો સેવ ॥'
‘આજીવિકાનાં સાધનોનો વિચ્છેદ થતાં ગૃહસ્થ-જીવનનાં સર્વ કાર્યો
* (૧) દિવસને અંતે કરવામાં આવે તે પહેલું ‘દૈવસિક' પ્રતિક્રમણ કહેવાય છે. તેનો સમય ઉત્સર્ગ માર્ગે દેવસૂરિષ્કૃત યતિદિનચર્યામાં આ નીચે પ્રમાણે કહ્યો છે अद्धनिबुड्डे बिंबे, सुत्तं कति गीअत्था ।
-
इअ वयणपमाणेणं, देवसिआवस्सए कालो ॥"
ભાવાર્થ-અસ્ત થતો સૂર્ય જ્યારે અડધો બૂડેલો-અડધો દેખાતો હોય, તે અસ્તસમયે ગીતાર્થો પ્રતિક્રમણસૂત્ર બોલે છે, એ વચનને અનુસારે દૈવસિક પ્રતિક્રમણનો કાળ સમજી લેવો.
‘અર્થાત્ સૂર્યાસ્ત સમયે પ્રતિક્રમણસૂત્ર (વંદિત્તુ સૂત્ર) બોલી શકાય તેમ પ્રતિક્રમણ શરૂ કરવું.'
દૈવસિક પ્રતિક્રમણનો આ સમય ઉત્સર્ગથી સમજવો, અપવાદે (સકારણે) તો યોગશાસ્ત્રની ટીકામાં તે મધ્યાહ્નનથી માંડીને અર્ધરાત્રિ સુધીનો કહ્યો છે.
-ધર્મસંગ્રહ ( ભાગ ૧, પૃ.૫૭૪-૫૭૫)
(૨) પાક્ષિક પ્રતિક્રમણ પખવાડિયાને અંતે ચતુર્દશીએ ચાતુર્માસિક પ્રતિક્રમણ ચાર મહિનાને અંતે ચતુર્દશીએ, અને સાંવત્સરિક પ્રતિક્રમણ વર્ષના અંતે ભાદરવા શુદ ચતુર્થીએ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org