Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વંદિતુ સૂત્ર ૦ ૨૭૩ નિંદા', તેનો ગુરુ-સમક્ષ એકરાર કરવો અને દિલગીર થવું, તે ગહ', કરેલી ભૂલને માટે દિલગીરી બતાવવી તે ‘મિથ્યાદુષ્કૃત”, “પ્રાયશ્ચિત” શબ્દ અહીં કાયોત્સર્ગ તથા તપનું સૂચન કરે છે; એટલે કર્મનો અલ્પ બંધ “આત્મનિરીક્ષણ, અતિચાર-શોધન, પાપ-નિવૃત્તિ, નિંદા, ગહ, મિથ્યાદુષ્કૃત, કાયોત્સર્ગ અને તપ” વડે તૂટી જાય છે, કે જેનો સમાવેશ “પ્રતિક્રમણ'ની ક્રિયામાં યથાર્થ રીતે કરવામાં આવ્યો છે.
(૩૭-૫) જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને વમન, જુલાબ, લાંઘણ આદિથી તરત શમાવી દે છે, તેમ પ્રતિક્રમણ કરનાર સમ્યગ્દષ્ટિ જીવ (શ્રાવક) તે અલ્પ કર્મબંધનો પણ પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત રૂપ ઉત્તરગુણ દ્વારા શીઘ્ર ઉપશમાવે છે.
અવતરણિકા-હવે તે જ વસ્તુ શાસ્ત્રકાર ભગવંત ગાડિકાદિ વૈદ્યોના દૃષ્ટાંતથી બે ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે.
(૩૮-૩૯-૩) નહીં-[યથા]-જેમ. વિ- [વિષમ-વિષને, ઝેરને.
વિષ એટલે વત્સનાભ (વચ્છનાગ) કે કોઈ પણ પ્રકારનું ઝેર. “રત્ન વિ' (પાઈ. ના.) તે સ્થાવર અને જંગમના ભેદથી બે પ્રકારનું હોય છે. તેમાં સ્થાવર-ઝેરના મૂળ, પત્ર આદિ દસ ભેદો છે અને જંગમ-ઝેરના સાપ, વીંછી આદિ સોળ ભેદો છે. આયુર્વેદમાં ઝેરના નવ પ્રકારો નીચે મુજબ જણાવેલા છે :
“વત્સનાભ, હારિદ્ર, સુતક, પ્રદીપન, સૌરાષ્ટ્રિક, ઈંગિક, કાલકૂટ, હલાહલ અને બ્રહ્મપુત્ર.” આ બધાં વિષો રૂક્ષતા, ઉષ્ણતા, તીક્ષ્ણતા આદિ દસ દોષોને લીધે પ્રાણીઓનું તાત્કાલિક મરણ નિપજાવે છે.
--[ોકતિ-કોઠામાં ગયેલું, ઉદરમાં ગયેલું. શોકમાં ગયેલું, તે કોષ્ટત, તેને. કોઇ' એટલે ઉદર કે પેટ.
મંત-મૂત્ર-વિસારયા-ત્રિ-મૂત્ર-વિશારા:]-મંત્ર અને મૂળના વિશારદો, મંત્ર અને જડી-બુટ્ટીના નિષ્ણાતો.
મંત્ર અને કૂન તે મંત્ર-મૂન. તેના વિશR૮ તે મન્ન-મૂત્ર-વિશારદું. “મંત્ર'
પ્ર.-૨-૧૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org