Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
દિલગીર થવું એ જ પ્રતિક્રમણની ક્રિયાનું મૂળ છે, એટલે તેનું અનુસરણ કરનારને હળવાપણાનો અનુભવ થયા વિના રહેતો નથી. તાત્પર્ય કે જે માણસને પાપનો ભાર લાગતો નથી, તે પ્રતિક્રમણની ક્રિયામાં ખરેખરો પ્રવેશ પામ્યો જ નથી અને જે પ્રતિક્રમણની ક્રિયામાં ખરેખરો પ્રવેશ કરે છે, તેનું હૃદય પાપનો ભાર અનુભવી ચૂકેલું હોય છે, તથા તેમાંથી મુક્ત થવાની ભાવના અવશ્ય ધરાવે છે.
(૪૦-૫) ભાર ઉતારી નાખવાથી મજૂર જેમ ખૂબ હળવો થાય છે. તેમ પાપ કર્યું (વ્રતને અતિચાર લાગેલા) હોય (સમ્યગૃષ્ટિજીવની વાત ચાલતી હોવાથી અલ્પ પાપવાળો) તેવો પણ મનુષ્ય પોતાનાં પાપોની (વ્રતને લાગેલા અતિચારોની ગુરુ (ગીતાર્થ ગુરુ) પાસે આલોચના અને નિંદા કરવાથી ખુબ હળવો થાય છે.
અવતરણિકા-ઉપરની ગાથામાં આલોચનાનો લાભ સમજાવ્યા બાદ આ ગાથામાં શાસ્ત્રકાર ભગવંત પ્રતિક્રમણથી મોક્ષફળની પ્રાપ્તિ થાય છે એમ દર્શાવીને તેનો મહિમા વર્ણવે છે.
(૪૧-૩) વ M-[વશ્ય-- આવશ્યક વડે.
અવશ્ય કરવા યોગ્ય તે “આવશ્યક'. અવશ્ય સૂર્ણ આવશ્ય. તે માટે શ્રીવિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે :
"आवस्सयं' अवस्स-करणिज्जं', धुवो निग्गहो' विसोही' य । કયા-છેવ, નાગો- આરદિપ મો° ૫૮૭રા”
“(૧) આવશ્યક, (૨) અવશ્વકરણીય, (૩) ધ્રુવ, (૪) નિગ્રહ, (૫) વિશોધિ, (૬) અધ્યયનષક, (૭) વર્ગ, (૮) ન્યાય, (૯) આરાધના અને (૧૦) માર્ગ.” એ દસ આવશ્યકના પર્યાયશબ્દો છે.
"समणेण सावएण य, अवस्स-कायव्वं हवइ जम्हा । अंतो अहो-निसिस्स उ, तम्हा आवस्सयं नाम ||८७३॥"
સાધુએ અને શ્રાવકે રાત્રિના અને દિવસના અંતે અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી આ “આવશ્યક' કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org