Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૫૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વ્યવહાર : આનંદ શ્રાવક સાથે શ્રીગૌતમસ્વામીએ કર્યો હતો તેમ.
(૩) અશુભ મનો-યોગને સ્થાને પાપભીરુતા, પાપકાર્યોની નિંદા, પશ્ચાત્તાપ વગેરે : મહર્ષિ પ્રસન્નચંદ્રની જેમ.
(૩૪-૫) કાયા, વચન અને મનના અશુભ પ્રવર્તન વડે સઘળાં વ્રતોમાં મને (દિવસ દરમ્યાન) જે અતિચારો લાગ્યા હોય, તેનાથી જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય તેને હું ક્રમશઃ શુભ કાયયોગથી, શુભ વચનયોગથી અને શુભ મનોયોગથી પ્રતિક્રમું છે, પાછો ફરું છું.
અવતરણિકા-શ્રાવકનાં સમ્યત્વમૂળ ૧૨ વ્રતો તથા જ્ઞાનાચાર આદિમાં લાગેલા ૧૨૪ અતિચારોનું (મન-વચન અને કાયા) ત્રણ યોગ વડે સામાન્યપણે પ્રતિક્રમણ કરીને ફરી તે ત્રણ યોગ દ્વારા વિશેષપણે પ્રતિક્રમણ કરવા માટે નીચેની ગાથામાં તે તે ક્રિયાઓનું પ્રતિપાદન જણાવાય છે. (૩૫-૩) વંવય-
સિદ્ઘ-પારસુ-(વન-વ્રત-શિક્ષા-ૌરવેy) વંદન, વ્રત, શિક્ષા અને ગૌરવ વિશે.
“વન્દ્ર-ચૈત્યવન્દ્ર ગુરુવન્દ્રનું ' (અ. દી.)-“વંદન” એટલે “ચૈત્યવંદન કે ગુરુ-વંદન' તેના દ્રવ્ય અને ભાવથી બે બે વિભાગો પડે છે : જેમ કે દ્રવ્ય-ચૈત્યવંદન અને ભાવચૈત્યવંદન” તથા “દ્રવ્ય-ગુરુવંદન અને ભાવગુરુવંદન', તે માટે અનુક્રમે પાલકકુમાર, શામ્બકુમાર, વીરા સાળવી અને શ્રીકૃષ્ણનાં દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે.
“વ્રતનિ-ગણુવ્રતાવાનિ, પૌરુષ્યદ્વિ-પ્રત્યાધ્યાના નિયમો વા' (અ. દી.) વ્રતો એટલે અણુવ્રતો વગેરે બાર વ્રતો અથવા પૌરુષી (પોરસી) આદિ પ્રત્યાખ્યાનના નિયમો.
“શિક્ષા પ્રદUT-ડડસેવન ફેધા’ (અદી.)-શિક્ષા', “ગ્રહણ અને આસેવના' એમ બે પ્રકારની છે. તેમાં “ગ્રહણશિક્ષા' સામાયિક આદિનાં સૂત્ર અને અર્થને ગ્રહણ કરવારૂપ છે અને “આર્સેવન-શિક્ષા શ્રાદ્ધદિનકૃત્યની નીચેની ગાથાઓમાં શ્રાવકનું જે કર્તવ્ય બતાવ્યું છે, તેનાં આચરણરૂપ છે :
"नवकारेण विबोहो', अणुसरणं सावओ वयाइं मे । जोगो चीवंदण' मो, पच्चक्खाणं च विहि-पुव्वं ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org