Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૬૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ તેમાં ઉપયોગ રહ્યો ન હોય તો તેની નિંદા.
(૩૫-૫) (મન, વચન, કાયા એ ત્રણ યોગથી પ્રમાદવશાત્ લાગેલા અતિચારોના પ્રતિક્રમણપૂર્વક તે તે ક્રિયાઓનાં નામ જણાવાય છે.) તેમાં (૧) દેવ, ગુરુવંદન તથા (૨) બાર વ્રત-પચ્ચખાણ તથા (૩) શિક્ષા-ગ્રહણ અને આસેવના તથા (૪) કુલમદ આદિ આઠ મદ અથવા ઋદ્ધિ ગૌરવ આદિ ત્રણ ગૌરવ તથા (૫) આહારાદિ ચાર, દસ કે સોળ સંજ્ઞા તથા (૬) ૬૪ પ્રકારે ચાર કષાય તથા (૭) મનોદંડ આદિ ત્રણ દંડ તથા (૮) ત્રણ ગુપ્તિ અને (૯) પાંચ સમિતિ-એ પ્રમાણે નવ વિષયોમાં તથા બે (૨) શબ્દથી શ્રાવકની સમ્યક્ત પ્રતિમા આદિ ૧૧ પ્રતિમા તથા સર્વ પ્રકારના ધર્મ કત્યોને વિશે કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી (દિવસ સંબંધી ત્રણે યોગથી જે અશુભ કર્મ બંધાયાં હોય) તે અતિચાર લાગ્યા હોય તે સર્વેની હું નિંદા કરું છું.)
* શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું વર્ણન નીચે પ્રમાણે છે :विधिना दर्शनाद्यानां, प्रतिमानां प्रपालनम् । यासु स्थितो गृहस्थोऽपि, विशुद्ध्यति विशेषतः ॥
ભાવાર્થ-જેનું પાલન કરવાથી આત્મા ગૃહસ્થ છતાં વિશેષ તથા વિશુદ્ધ થાય છે, તે “દર્શન' આદિ શ્રાવકની (અગિયાર) પ્રતિમાઓનું વિધિપૂર્વક પાલન કરવું.
એ અગિયાર પ્રતિમાઓનાં નામો સંબોધ પ્રકરણમાં નીચે મુજબ દર્શાવાયાં છે :
"दंसण वय सामाइअ, पोसह पडिमा अबंभसच्चित्ते । आरंभ पेसउ दिट्ट-वज्जए समणभूए अ"
(શ્રી પ્રતિમા ૮૮) ભાવાર્થ-(૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા, (૩) સામાયિક પ્રતિમા, (૪) પૌષધ પ્રતિમા, (૫) કાયોત્સર્ગ પ્રતિમા,-એ પાંચના પાલનરૂપ અભિગ્રહવિશેષએ નામની પાંચ પ્રતિમાઓ તથા (૬) અબ્રહ્મવર્જન (બ્રહ્મચર્ય) પ્રતિમા, (૭) સચિત્તવર્જન પ્રતિમા, () આરંભવર્જન પ્રતિમા, (૯) Dષ્યવર્જન પ્રતિમા, (૧૦) ઉદિષ્ટવર્જન પ્રતિમા, (૧૧) શ્રમણભૂત પ્રતિમા-આ પ્રમાણે શ્રાવકની પ્રતિમાઓજાણવી.
-ધર્મસંગ્રહ (ભાગ ૧, પૃ. ૬૯૧-૬૯૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org