Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
સંગમદેવ આદિ નિત્ય અનંતાનુબંધીના ઉદયવાળા હોવા છતાં એ અનંતાનુબંધીનો ઉદય સંજ્વલન જેવો હોવાથી સ્વર્ગે ગયા, જ્યારે રાજા શ્રેણિક આદિ અપ્રત્યાખ્યાનીના ઉદયવાળા, પણ એ અપ્રત્યાખ્યાનનો ઉદય અનંતાનુબંધી જેવો હોવાથી નરકે ગયા.
ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયના તે ચોસઠેય પ્રકારો સર્વથા તજવા યોગ્ય છે. કહ્યું છે કે :
जं अज्जियं चरितं, देसूणाए वि पुव्वकोडीए । तं पि कसाइयमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥१॥
ભાવાર્થ-જે ચારિત્ર દેશોનકોડ પૂર્વ વર્ષ સુધી પણ પાળ્યું હોય તે સર્વ ચારિત્રને કષાય માત્રથી પુરુષ અંતર્મુહૂર્તમાં હારી જાય છે.
तत्तमिणं सारमिणं दुवालसंगीइ एस परमत्थो । जं भव भमण सहाया इमे कसाया चइज्जंति ॥२॥
ભાવાર્થ-દ્વાદશાંગીનું એ જ તત્ત્વ છે, એ જ સાર છે અને એ જ પરમાર્થ છે કે-ભવભ્રમણમાં સહાયક (નિમિત્ત) એવા કષાયોનો ત્યાગ કરી દેવો.
जं अइदुक्खं लोए जं च सुहं उत्तमं तिहुअणंमि । तं जाण कसायाणं वुड्डिक्खयहेउअं सव्वं ॥३॥
ભાવાર્થ-આ શ્લોકમાં જે અતિ દુઃખ છે તેનું કારણ કષાયોની વૃદ્ધિ છે. અને જે અતિ સુખ છે તે કષાયોની હાનિ જ કારણરૂપ છે.
(અર્થ દીપિકા પૃ. ૧૯૩ માં ૧૯૪ મ) દંડ-“મનોદંડ, વચનદંડ અને કાયદંડ'. ગુત્તીસુ-[THS-ગુપ્તિને વિશે.
ગુપ્તિ'-૧. “મનો-ગુપ્તિ, ૨. વચન-ગુપ્તિ અને ૩. કાય-ગુપ્તિ.” સાસુ-મિતિy-સમિતિને વિશે. સમિતિ- ૧. ઈર્યા, ૨. ભાષા, ૩. એષણા, ૪. આદાનનિક્ષેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org