Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ત્યાંથી
૨૫૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
૭. પછી ચૈત્ય-ગૃહ એટલે ‘જિન-ભવને જવું' અને
૮. ત્યાં પુષ્પમાલા, ગંધ વગેરે વડે જિન-બિંબોનો ‘સત્કાર કરવો’.
૯. ‘ગુરુની પાસે જઈને વંદન કરવું,' અને
૧૦. તેમની આગળ સવારના પ્રત્યાખ્યાનને વિધિ-પૂર્વક ગ્રહણ કરવું. ત્યારપછી
૧૧. તેમની આગળ ધર્મનું ‘શ્રવણ કરવું,’
૧૨. તેમને સુખ-શાતાની પૃચ્છા કરવી અને
૧૩. ઔષધ, ભૈષજ્ય વગેરે જે વસ્તુની જરૂર હોય તે સંબંધી ‘ચિત કરવું’. ૨
૧૪. પછી ‘લૌકિક અને લોકોત્તર એ બંને દૃષ્ટિથી અનિંદિત એવી વ્યવહાર, આદિની પ્રવૃત્તિ પછી.
૧૫. સમયસ૨ ‘ભોજન કરી લેવું' અને
૧૬. સંવરને સારી રીતે ધારણ કરવો. ત્યારબાદ
૧૭. ચૈત્ય-ગૃહમાં જઈને સિદ્ધાન્ત-ઉપદેશાદિના શ્રવણ માટે સાધુ પાસે જવું.
૧૮. ‘જિન-બિંબની અર્ચા' કરવી અને
૧૯. ‘ગુરુ-વંદન, સામાયિક વગેરે ક્રિયાઓ' કરવી. ૩.
૨૦. પછી સ્વાધ્યાય, સંયમ, વૈયાવૃત્ત્વ વગેરેથી પરિશ્રમિત થયેલા સાધુની અંગમર્દન આદિ ‘વિશ્રામણા’ કરવી
૨૧. નવકાર ચિંતન આદિ ‘ઉચિત યોગનું અનુષ્ઠાન કરવું,' ૨૨. ‘સ્વગૃહે પાછા ફરવું અને પોતાના પરિવારને બોધદાયક કથાઓ તથા સુંદર સુભાષિતો વગેરે વડે ધર્મનું કથન કરવું,'
૨૩. વિધિ-પૂર્વક ‘શયન’ કરવું અને દેવ, ગુરુ વગેરે ચારનાં ‘શરણ અંગીકાર કરવાં.' ૪.
૨૪. પછી મોહ પ્રત્યેની જુગુપ્સા વડે પ્રાયઃ ‘અબ્રહ્મચર્યમાં વિરતિ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org