Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૪૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ બધી ધાતુઓનું તથા ગારવ આદિ માનસિક ભાવોનું શોષણ કર્યું હોય છે, તે જ આ તપક્રિયાના મુખ્ય અધિકારી મનાયેલા છે.
“સંલેખના-તપના પાંચ અતિચારો નીચે મુજબ છે. ૧. “હાશં-પ્રયોગ'.
ઢત્નોસંબંધી આશંસા-ઇચ્છાનો પ્રયોગ-વ્યાપાર તે રૂદત્તાશાપ્રયોજા-તાત્પર્ય કે “સંલેખનાતપ'નો સ્વીકાર કર્યા પછી મનમાં એવી ઈચ્છા રાખવી કે-“મરીને હું આ લોકમાં જ ઉત્પન્ન થાઉં, મનુષ્ય થાઉં, રાજા થાઉં વગેરે, તે “ઈહલોક-આશંસા-પ્રયોગ' નામનો પહેલો અતિચાર છે.
૨.‘પૂરતોજાશંલા-યા.'
સંલેખના-તપનો સ્વીકાર કર્યા પછી મનમાં એવી ઈચ્છા રાખવી કે- હું અહીંથી મરણ પામીને દેવ થાઉં, વિમાનોનો અધિપતિ થાઉં, ઇંદ્ર થાઉં વગેરે, તે “પરલોક-આશંસા-પ્રયોગ' નામનો બીજો અતિચાર છે.
૩. ગોવિતાશા-પ્રો.'
સંલેખના-તપનો સ્વીકાર કર્યા પછી એવી ઇચ્છા રાખવી કે-“આ અવસ્થામાં હું વધારે વખત જીવું તો ઠીક જેથી પ્રાપ્ત થઈ રહેલાં સત્કાર, સન્માન, ઉત્સવો આદિ લાંબો સમય ચાલે અને લોકોમાં વધારે કીર્તિ થાય, તે “જીવિત-આશંસા-પ્રયોગ' નામનો ત્રીજો અતિચાર છે.
૪. “મરશંસા-પ્રયોગ'.
સંલેખના-તપનો સ્વીકાર કર્યા પછી ક્ષેત્રની કર્કશતાનાં કારણે તેમજ પૂજા-સન્માનાદિકના અભાવે એવો વિચાર કરવો કે હવે મારું મરણ જલદી થાય તો સારું, એ “મરણાશંસા નામનો ચોથો અતિચાર છે.
૫. “મોશંસા-અયો.'
સંલેખના-તપનો સ્વીકાર કર્યા પછી યોગ્ય પૂજા-સન્માનાદિકના અભાવે કે ભૂખના દુઃખથી પીડિત થઈને એવી ઇચ્છા કરવી કે-“વહેલો યા મોડો હું દેવલોકમાં કે મનુષ્યલોકમાં ગમે ત્યાં ઉત્પન્ન થાઉં પણ ત્યાં મને ઇચ્છિત કામ-ભોગની પ્રાપ્તિ થાઓ,' તે “કામભોગ-આશંસા-પ્રયોગનામનો પાંચમો અતિચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org