Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૦૨૪૩ ચાર અભિગ્રહ : ૧. દ્રવ્યાભિગ્રહ, ૨. ક્ષેત્રાભિગ્રહ, ૩. કાલાભિગ્રહ અને ૪. ભાવાભિગ્રહ.
આ સિત્તેર બોલોમાં સાધુ-જીવનની વિશુદ્ધિ અને પ્રગતિનાં તત્ત્વો ગોઠવાયેલાં છે. આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્રની શુદ્ધિ વિના સાધુ-ધર્મનું યોગ્ય રીતે પાલન થઈ શકતું નથી, અને એવા પાલન વિના ગૃદ્ધિ, પ્રમાદ, આલસ્ય વગેરે દોષો ટળી શકતા નથી, તથા ગૃહસ્થોને અપ્રીતિ થવાનો ભય રહે છે. બાર ભાવના સંવેગ અને નિર્વેદને તાજા રાખે છે, જેથી કામ-ગુણતરફ અનાયાસે ઢળી જવાતું નથી. બાર પ્રકારની ભિક્ષુ-પ્રતિમા તિતિક્ષાને અને સંયમની વૃત્તિને અતિશય દઢ કરે છે. પચીસ પ્રતિલેખના સતત યતનાનો હેતુ છે અને ચાર પ્રકારનો અભિગ્રહ જે વાસ્તવિક રીતે તપરૂપ જ છે, તે મન પર યથાર્થ કાબૂ મેળવવામાં અતિશય ઉપયોગી છે.
(૩૨-૫) અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી અતિથિસંવિભાગ વ્રતને અતિચારો વડે વિરાધ્યું હોય તેની આલોચના કરું છું. તેમાં તપસ્વી, ચારિત્રશીલ અને ક્રિયાપાત્ર સાધુઓને પડિલાભવા યોગ્ય પ્રાસુક વસ્તુઓ (આહારાદિ) હોવા છતાં પણ સાધુમુનિરાજોમાં તેનો સંવિભાગ ન કર્યો હોય તો મારાં તે પ્રમાદાચરણ(દુષ્કૃત્ય)થી અતિચાર વિશે દિવસ દરમિયાન જે અશુભકર્મ બંધાયાં હોય તે સર્વેની નિંદા કરું છું. તથા ગર્તા કરું છું.
–તિ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્ત દશવ્રતાધાર: સમH: (એ પ્રમાણે સમ્યક્વમૂળ બાર વ્રતનું સ્વરૂપ અને તે દરેક વ્રતના અતિચારોનો અધિકાર સમાપ્ત થાય છે.)
અવતરણિકા-હવે “સંલેખના'-અનશન (આયુષ્યના અંત સમીપે શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા યોગ્ય તપ) વ્રતના પાંચ અતિચારો પરિહરવાની ઇચ્છાથી તે અતિચારો જ ન લાગે તેવી પ્રાર્થના (મનોરથ) કરવામાં આવે છે. એ મનોરથવાળા શ્રાવકને અતિચારો લાગી જવા પામ્યા હોય તેનું પ્રતિક્રમણ કરે. અહીં અતિચારની નિંદા અને ગહ કરવાનું ગૌણ રાખી, તે અતિચારો જ ન થવાની ભાવના(અતિચારો પરિહરવાની ઇચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org