Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પાર્થસ્થાદિ પાંચ પ્રકારના અસંયમીઓ પ્રત્યે. અથવા,
. (૩) “અસંમતેષુ'નો અર્થ એમ પણ સમજવો કે-છ જવનિકાયનાં વધવાળા બાવા, સાંઈ, સંન્યાસી, આદિ કુલિંગીઓ પ્રત્યે રોળ-(એક ગામ, દેશ કે ગોત્ર આદિના પ્રેમથી) –(તઓમાં શ્રીજિન વચનની પ્રત્યુનીકતા, વિપરીતતા વગેરે જોવાથી તેઓ પ્રતિ થયેલ દ્વેષથી)-મેં જે કાંઈ “ર્વ વિઘં તાન' (તે તે પ્રકારે રાગથી કે દ્વેષથી) દાન કર્યું હોય તે દાન* વિશે લાગેલા અતિચારોની તથા મેં જે સ્વજન-કુટુંબ તરીકેના રાગથી અને સાધુનિંદારૂપ દ્વેષથી ભક્તિ કરી હોય-એ પ્રમાણે બારમા “અતિથિ સંવિભાગ' નામના વતના વિશે (રાગ કે દ્વેષના કારણે) અતિચારથી દિવસ દરમિયાન (જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેની નિંદા કરું છું તથા તેની ગહ કરું છું.
અવતરણિકા-હવે ચોથા શિક્ષાવ્રત વિશે એટલે કે બારમા અતિથિસંવિભાગ વિશે પ્રમાદવશાત્ કરવા યોગ્ય કૃત્ય ન થવા પામ્યું હોય, તેથી એ વિશે લાગેલા અતિચારનું પ્રતિક્રમણ જણાવાય છે.
(૩૨-૩) સાદુસુ-સાધુ-સાધુઓને વિશે.
* આમ તો દીન-અનાથ વગેરેને દાન આપવું તે વિધેય છે, પરંતુ તે (કુપાત્ર દાન
નથી) ઉચિત દાન કે અનુકંપાદાન ગણાય છે. કહ્યું છે કે-“પળેનાથઢેિ વ્યસનप्राप्ते च रोगशोक हते । यद्दीयते कृपार्थमनुकम्पा तद्भवेद्दानम् ॥"
ભાવાર્થ-કૃપણને, અનાથને, દરિદ્રને, સંકટમાં આવી પડેલાને અને રોગથી કે શોકથી, હણાયેલાને દયા ખાતર જે દાન અપાય તે “અનુકંપાદાન' કહેવાય છે. (કુલિંગીઓના દાનની જેમ) આ અનુકંપાદાનમાં પાત્રાપાત્રનો વિચાર કરવાનો નથી. વર્ષીદાનના અવસરે શ્રી જિનેશ્વર ભગવંતોએ પણ તે દાન કરી બતાવ્યું છે.
તે અંગે કહ્યું છે કે :इयं मोक्षफले दाने, पात्रापात्र विचारणा ।। दयादानं तु तत्त्वज्ञैः, कुत्रापि न निषिध्यते ॥
યોગશાસ્ત્ર તૃતીયપ્રાશ, પૃ. ૪૮. ભાવાર્થ :- આ પાત્ર અને અપાત્રની વિચારણા મોક્ષફળવાળા દાનમાં કરવાની છે પરંતુ અનુકંપાદાનને તો સર્વજ્ઞોએ પાત્ર કે અપાત્ર તે બન્નેમાં ક્યાંય પણ નિષેધ કર્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org