Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૩૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
આચાર્યની ભક્તિ કરવાથી પૂજ્ય એવા ગચ્છની જ ભક્તિ કરી છે, તેમ જાણવું; અને ગચ્છની ભક્તિ કરવાથી જિનશાસનરૂપ વિચ્છેદ અટકાવ્યો અથવા તીર્થ ટકાવી રાખ્યું તેમ જાણવું.
સુહિક્ષુ-વ્રુત્તિપ્પુ અને અભંગણુ એ ત્રણ વિશેષણોનું વિશેષ્ય ‘સાહ્વસુ' પદ જણાવ્યું નહીં હોવા છતાં ‘અતિથિ સંવિભાગ’ વ્રતનો અધિકાર ચાલુ હોવાથી તે વિશેષ્ય અહીં અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે. તેથી તે ત્રણ વિશેષણવાળા મુનિરાજોને વિશે મેં અન્ન-પાન-વસ્ત્રાદિકનું દાન કરવારૂપ જે ભક્તિ કરી તે ભક્તિ વિશે કહેવામાં આવે છે.
રામેળ-રાગથી ભક્તિ કરી. (આ મહાત્માઓ સાધુના ગુણથી સુશોભિત છે, એવી બુદ્ધિથી ભક્તિ કરી નહીં પરંતુ આ મહાત્માઓ મારા સ્વજન છે, મિત્ર છે, ઓળખીતા છે ઇત્યાદિ રાગથી તેમની ભક્તિ કરી.) અથવા
રોમેન-દ્વેષળ દ્વેષથી ભક્તિ કરી (અહીં સાધુ નિંદા નામે દ્વેષ સમજવો એટલે કે-આ સાધુઓ ધન, ધાન્યાદિ રહિત, જ્ઞાતિજનોથી ત્યજાયેલ, ભૂખથી પીડાતા અને આહારાદિ ઉપાર્જવમાં પ્રાપ્તિહીન છે, તેથી આધાર આપવાને માટે યોગ્ય છે ઇત્યાદિ-દ્વેષમૂલક નિંદાથી ભક્તિ કરી.)-એ પ્રમાણે નિંદાપૂર્વકની જે ભક્તિ છે. તે ભક્તિ પણ દીર્ઘકાલીન એવા અશુભઆયુષ્યનો હેતુ હોવાથી વાસ્તવિક તો નિંદા જ છે. આગમમાં કહ્યું છે કે
"तहारूवं समणं वा माहणं वा संजय - विरय- पडिहय-पच्चक्खायपावकम्मं हीलित्ता निंदित्ता खिंसित्ता गरहित्ता अवमन्नित्ता अमणुन्नेणं अपीइकारगेणं असण-पाण- खाइम- साइमेणं पडिलाभित्ता असुहदीहाउअत्ताए कम्मं पगरेइ * ते પ્રકારના શ્રમણને અથવા માહણને અથવા
(૧) સંયત-જીવવધાદિનો ત્યાગ કરવામાં સતત યત્નવાળા તે.
(૨) વિરત-જીવવધાદિથી નિવૃત્ત થયેલા તે.
(૩) પ્રતિહત-ભૂતકાલીન પાપોને નિંદારૂપ પ્રતિક્રમણથી હણી. નાખવાવાળા તે.
* શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-અર્થદીપિકા રૃ. ૧૮૮ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org