Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ' સૂત્ર ૦ ૨૨૧
૧૨. “દિનિયમ'-ભાવના અને પ્રયોજન પ્રમાણે દસે દિશામાં જવાઆવવાનું પરિમાણ, તે ‘દિ-નિયમ'.
૧૩. “સ્નાન-નિયમ-દિવસમાં આટલી વારથી વધારે ન નાહવું તે બાબતનો નિયમ, તે સ્નાન-નિયમ. અહીં શ્રી જિનેશ્વરાદિની ભક્તિ-આદિ નિમિત્તે સ્નાન કરવું પડે, તેમાં નિયમનો બાધ ગણાતો નથી.
૧૪. “ભક્તિ-નિયમ'-દિવસ-સંબંધી આહારનું પરિમાણ નક્કી કરવું, એ ભક્તિ નિયમ. આ વ્રતનું પાલન સ્વઅપેક્ષાએ કરવાનું છે. કુટુંબ કે જ્ઞાતિ વગેરેના પ્રયોજનથી ઘરે આહારાદિ વગેરે વધારે બનાવવા પડે, તેની આમાં છૂટ રહેલી છે.
તે ઉપરાંત પૃથ્વીકાય, અપૂકાય, તેજસુકાય, વાયુકાય, વનસ્પતિકાય, અસિ, મણી અને કૃષિને લગતું પરિમાણ પણ નક્કી કરવામાં આવે છે.
વીe-[fજતી-બીજાને વિશે. fસવરવાવા-[fશક્ષાદ્રો]-શિક્ષાવ્રતને વિશે. Fરે-[નિમિ-હું નિંદુ છું. (૨૮-૪) મળવળે.........
જ્યાં સુધી બાહ્ય પ્રવૃત્તિનો સંબંધ ઘટતો નથી, ત્યાં સુધી આત્યંતર સુધારણા માટે જે જાતનું વાતાવરણ અને યોગ્યતા જોઈએ, તે પેદા થતી નથી. તેથી બાહ્ય પ્રવૃત્તિઓને ઘટાડનારું અને આત્યંતર સુધારણાને અવકાશ આપનારું ‘દેશાવકાશિક' વ્રત અતિ અગત્યનું સ્થાન પ્રાપ્ત કરે છે.
આ વ્રતની મુખ્ય ભાવના સિદ્ધ કરવા માટે તેમાં પ્રથમ ક્ષેત્રની મર્યાદા નક્કી કરવામાં આવે છે. જેમ કે “આજે હું પંદર ગાઉ, દસ ગાઉં, પાંચ ગાઉં, એક ગાઉ કે અર્ધા ગાઉથી વધારે દૂર નહિ જાઉં; અથવા નગરની બહાર, લત્તાની બહાર, શેરીની બહાર, મકાનની બહાર કે તેના અમુક ભાગની બહાર નહિ જાઉં.' આ પ્રકારની ક્ષેત્ર-મર્યાદા સ્વીકારવાથી પ્રવૃત્તિનો વિસ્તાર એક નાનકડા વર્તુળમાં આવી જાય છે. અને તેથી મર્યાદિત કરેલા સ્થાન સિવાયના સ્થાનમાં થઈ રહેલા અનેક પ્રકારના પાપારંભોથી તે બચી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org