Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૨૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
૨. ‘સરી-સક્કાર-પોસહ' (શ૨ી૨ સત્કાર-પોષધ)-સ્નાન, ઉદ્ઘર્તન, વિલેપન, પુષ્પ, ગંધ, વિશિષ્ટ વસ્ત્ર અને આભરણાદિથી શરીરનો સત્કાર કરવાનું તજી દેવું તે.
૩. ‘બંભચેર-પોસહ’ (બ્રહ્મચર્ય-પોષધ)-બ્રહ્મચર્ય પાળવું તે.
૪. ‘અવાવા૨-પોસહ' (અવ્યાપાર-પોષધ)-સાવધ વ્યાપારનો ત્યાગ કરવો તે.
આ ચારે પ્રકારના ‘પોષધ’ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે થાય છે. તેમાં પૂર્વાચાર્યોની પરંપરાએ હાલમાં આહાર-પોષધ સર્વથી અને દેશથી તથા બાકીના ‘પોષધ' સર્વથી જ થાય છે. ‘આહાર-પોષધ'માં ચવિહાર ઉપવાસ તે ‘સર્વ-પોષધ' છે અને તિવિહાર ઉપવાસ, આયંબિલ, નિવ્વી, એકાસણું વગેરે ‘દેશ-પોષધ’ છે.
અન્ય વ્રતોની અપેક્ષાએ આ વ્રતમાં ત્યાગની તાલીમ વિશેષ મળે છે, સાધુ-જીવનની પવિત્રતાનો આંશિક પરિચય થાય છે, કારણ કે તે યાવજીવનનું નહિ તો પણ ચાર પ્રહર કે આઠ પ્રહરની મર્યાદાવાળું સામાયિકનું જ ઉચ્ચરણ છે. તે અંગેનું પ્રત્યાખ્યાન નીચે મુજબ કરવામાં આવે છે :
‘‘રેમિ ભંતે ! પોસહં ! આહાર-પોસહં તેસો, સવ્વો । સરીરસારપોસહં સત્રો હંમવેર-પોસહં સત્રો ! અવ્વાવાર-પોસહં સવ્યો । વવદपोसहं ठामि । जाव दिवसं (अहोरत्तं) पज्जुवासामि । दुविहं तिविहेणं, मणेणं वाया काणं । न करेमि न कारवेमि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥"
આ વ્રતમાં દેવ-વંદન, ગુરુ-વંદન, છ આવશ્યક, બાર વ્રતને લગતી ક્રિયા તથા પ્રતિલેખન, પ્રમાર્જન આદિ કરવાનું હોવાથી તેનો વિધિ વિસ્તૃત છે, જે ત્રીજા ભાગમાં જણાવેલો છે.
આ વિધિના મૂળ ઉદ્દેશથી જે કાંઈ વિરુદ્ધ વર્તન થયુ હોય, તેને પોષધવિધિ-વૈપરીત્ય કહેવાય, તેને વિશે. તફા-[તૃતીયે]-ત્રીજાને વિશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org