Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વંદિતુ’ સૂત્ર ૦ ૨૨૫ 'पोसहोववासस्स' त्ति इह पोषधशब्दोऽष्टम्यादिपर्वसु रूढः, तत्र पोषधे उपवासः पोषधोपवासः, स चाहारादिविषयभेदाच्चतुर्विध इति तस्य ।'પોષધોપવાસ એ શબ્દમાં “પોષધ' શબ્દ અષ્ટમી આદિ પર્વોમાં રૂઢ થયેલો છે, તે પર્વોમાં ઉપવાસ કરવો તે “પોષધોપવાસ'. તે આહારાદિ વિષયના ભેદ વડે ચાર પ્રકારનો છે, તેનો.'
ભગવતીસૂત્રામાં પણ આ વ્રતને “પોસહોવવાસ'ના નામથી ઓળખાવવામાં આવ્યું છે. (શ. ૮. ઉ. ૫)
અષ્ટમી આદિ તિથિથી કેટલી અને કઈ તિથિઓ ગ્રહણ કરવી? તેનું સ્પષ્ટીકરણ યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશમાં આ પ્રમાણે કરેલું છે :
"चतुष्पा चतुर्थादि, कुव्यापारनिषेधनम् । ब्रह्मचर्यक्रिया स्नानादित्यागः पोषधव्रतम् ॥८५॥
ચાર પર્વોમાં “ચતુર્યાદિ-ઉપવાસાદિ તપ, કુપ્રવૃત્તિનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને સ્નાનાદિનો ત્યાગ' એ “પોષધ' વ્રત છે.
આ શ્લોકના વિવરણમાં શ્રી હેમચંદ્રાચાર્યે જણાવ્યું છે કે-“ચતુષ્પર્વો अष्टमी-चतुर्दशी-पूर्णिमा-अमावास्यालक्षणा, चतुर्णा पर्वाणां समाहारश्चतुष्पी ।' ચતુષ્કર્વી એટલે આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ. આ ચાર પર્વોનો સમૂહ તે ચતુષ્પર્વ.'
એટલે આઠમ, ચૌદશ આદિ પર્વના દિવસોએ ઉપવાસ વગેરેનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરવું તે “પોષધ' કે “પોષધોપવાસ' નામનું શ્રાવકનું અગિયારમું વ્રત છે. ચાર શિક્ષાવ્રતોમાં તેનું સ્થાન ત્રીજું છે.
“પોષધોપવાસ' ચાર પ્રકારનો છે. તે માટે શ્રીઆવશ્યકસૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે- પોસહોપવાસે વિદે પરે, તે નહીં-૨. માહીર-પદે, ૨. શરીર-સક્ષર–પોપદે, રૂ. નંબર-પોરે, ૪. અવ્વીવાર-પોસ'. પોષધોપવાસ ચાર પ્રકારનો કહ્યો છે. તે આ રીતે :
૧. “આહાર-પોસહ (આહાર–પોષધ)–ઉપવાસ આદિ તપ કરવું તે. પ્ર.-૨-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org