Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વંદિત્તુ’ સૂત્ર ૨૨૩
‘રૂપ’ દ્વારા તથા ‘પુદ્ગલ-પ્રક્ષેપ' વડે પોતાની હાજરી જણાવવી અથવા કોઈ સંકેત કરવો, એ અનુક્રમે ‘શબ્દાનુપાત અતિચાર’, ‘રૂપાનુપાત અતિચાર’ અને ‘પુદ્ગલક્ષેપ’ નામનો ત્રીજો, ચોથો અને પાંચમો અતિચાર ગણાય છે.
(૨૮-૫) અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી દેશાવકાશિક નામના બીજા શિક્ષાવ્રતને અતિચારો વડે વિરાધ્યું હોય તેની આલોચના કરું છું. તેમાં ૧. ‘આનયન-પ્રયોગ, ૨. પ્રેષ્ય-પ્રયોગ, ૩. શબ્દાનુપાત, ૪. રૂપાનુપાત અને પ. પુદ્ગલ-ક્ષેપ' એ પ્રમાણેના દશમા ‘દેશાવકાશિક’ નામના વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન જે અશુભ કર્મ બંધાયાં હોય તે સર્વેની હું નિંદા કરું છું.
અવતરણિકા-હવે ત્રીજા શિક્ષાવ્રત ‘પૌષધોપવાસ' નામના અગિયારમા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વિશે લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે.
(૨૯-૩) સંથા~ાવિદ્વીપમાય-[સંસ્તારોન્નારવિધિપ્રમાવે]-સંથારા અને ઉચ્ચારની વિધિમાં થયેલા પ્રમાદને વિશે.
સંસ્તાર અને મુન્નાર તે સંસ્તારોજ્વા, તેનો વિધિ તે સંસ્તારોન્નારવિધિ, તેમાં થયેલો પ્રમાદ્ તે સંસ્તારોન્નારવિધિ-પ્રમાદ્, તેના વિશે. અહીં સપ્તમીનો લોપ થયેલો છે.
‘સંસ્તાયંતે-વિસ્તાર્યતે મૂવી શયાનુિિરતિ સંસ્તારઃ ।' ઊંઘવા ઇચ્છનારાઓ વડે જમીન પર જે બિછાવાય છે, તે ‘સંસ્તાર' અથવા ‘સંસ્તરન્તિ સાધવોઽસ્મિન્નિતિ સંસ્તાર:' જેમાં સાધુઓ સૂઈ રહે છે, તે ‘સંસ્તાર’. વિશિષ્ટ અર્થમાં તે દર્ભ, ઘાસ, કાંબળ કે પાથરણા વગેરેનું સૂચન કરે છે. ઉપલક્ષણથી સૂવાની પાટ કે પાટિયું પણ ‘સંસ્તાર’ કહેવાય છે.
‘સંસ્તારો ર્f-તૃળ-મ્બલી-વસ્ત્રાવિઃ, ઉપલક્ષળત્વાત્ શય્યા-પીતાદ્રિ 7.' (અ. દી.)
‘ઉજ્વાર’શબ્દ અહીં ઉચ્ચાર-પ્રસ્રવણ-ભૂમિને માટે વપરાયેલો છે. ‘ઉજ્વાર’ત્તિ ગુન્નાર-પ્રહ્મવળ-ભૂય:' (અ. દી.) ‘ઉચ્ચાર-પ્રસવણ ભૂમિ' એટલે વીનીતિ, લઘુનીતિ (મલ, મૂત્ર) વગેરે પરઠવવાની જગા-‘સ્થંડિલ-ભૂમિ’.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org