Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વંદિત્તુ' સૂત્ર
સોળ ઉદ્ગમ દોષો, સોળ ઉત્પાદનના દોષો અને દસ એષણાદિ દોષો, એમ કુલ બેતાળીસ દોષો થાય છે. ઉદ્ગમ એટલે શ્રાવકથી ઉત્પન્ન થતા દોષો, તે આ પ્રમાણે સમજવા :
::
" आहाकम्मुद्देसिय पूईकम्मे य मीसजाए य । વળા વાદુડિયા, પાઞોબર-ીય-પામિત્વે ૬૨ા परियट्टिए अभिहडे, उब्भिन्ने मालोहडे इय । अच्छिज्जे अणिसट्टे, अज्झोयरए य सोलसमे ॥ ९३ ॥
૨૩૧
-પિંડ-નિર્યુક્તિ.
(૧) આધાકર્મ, (૨) ઔદેશિક, (૩) પૂતિકર્મ, (૪) મિશ્રજાત, (૫) સ્થાપના, (૬) પ્રાકૃતિકા, (૭) પ્રાદુષ્કરણ, (૮) ક્રીત, (૯) અપમિત્ય, (૧૦) પરિવર્તિત, (૧૧) અભ્યાહત, (૧૨) ઉભિન્ન (૧૩) માલાપહૃત, (૧૪) આચ્છેદ્ય, (૧૫) અનિઃસૃષ્ટ, (૧૬) અધ્યવપૂરક એ સોળ દોષ ઉદ્ગમના જાણવા.
૧. સાધુના નિમિત્તે બનાવેલો આહાર, તે આધાકર્મ. ૨. અમુક સાધુને ઉદ્દેશીને બનાવેલો, તે ઔદ્દેશિક. ૩. અકલ્પ્ય આહારના સંસર્ગમાં આવેલો, તે પૂતિકર્મ. ૪. કુટુંબ તથા સાધુ બંનેને ઉદ્દેશીને બનાવેલો, તે મિશ્રજાત. ૫. સાધુને માટે કેટલાક કાલ પર્યન્ત રાખી મૂકેલો, તે સ્થાપના. ૬. અમુક ઇષ્ટ કે પૂજ્ય સાધુને બહુમાન-પૂર્વક ગમતી વસ્તુ આપવી, તે પ્રાકૃતિક.
૭. મણિ વગેરે મૂકીને કે ભીંત વગેરે ખસેડીને પ્રકટ કરેલો, તે
પ્રાદુષ્કરણ.
૮. સાધુને માટે વેચાતો લાવેલો, તે ક્રીત.
૯. ઉછીનો લાવેલો, તે અપમિત્ય.
૧૦. અદલો-બદલો કરીને લાવેલો, તે પરિવર્તિત.
૧૧. સાધુને માટે બીજા ગામે કે બીજા સ્થાને લાવેલો, તે અભિહત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org