Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૩૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
૧૨. છાણા-માટી વગેરેથી બંધ કરેલાં બરણી વગેરેનાં મોઢાં ખોલીને લાવેલો, તે ઉદ્ભિન્ન.
૧૩. માલ પર કે ઊંચી અભરાઈ પરથી ઉતારેલો, તે માલાપહત. ૧૪. નબળા પાસેથી ઝૂંટવીને લાવેલો, તે આચ્છેદ્ય. ૧૫. ભાગીદારોની સંમતિ વગર આપવો, તે અનિઃસૃષ્ટ. ૧૬. સાધુનું આગમન થયેલું જાણીને વધારે બનાવેલો, તે અધ્યવપૂરક.
કહ્યું છે કે :
सक्कार
"नायगयाणं कप्पिणिज्जाणं अन्नपाणाईणं दव्वाणं देस काल-सद्धा- कमजुअं पराए भत्तीए आयाणुग्गह बुद्धीए संजयाण दाणं अतिहिસંવિમાનો।।''
ઞાવ. હરિ. શ્રા, વ્રતાધિ. પૃ. ૮૨૭ ૬.
ભાવાર્થ :- સાધુને કલ્પે તેવા પ્રાસુક અને એષણીય ખાન-પાન, વસ્ત્ર ઔષધ વગેરે ‘દેશ, કાલ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ, પાત્ર' વગેરેને ધ્યાનમાં લઈને ઉચ્ચ પ્રકારની ભક્તિ વડે કેવળ આત્મ-કલ્યાણની બુદ્ધિથી પંચ-મહા-વ્રતધારી મુનિરાજને જે દાન દેવું, તે ‘અતિથિ-સંવિભાગ’ કહેવાય છે.
‘દેશ' એટલે ક્ષેત્ર-વિશેષ. ‘કાળ' એટલે સુકાલ વગેરે સમય. ‘શ્રદ્ધા' એટલે ચિત્તનો નિર્મળ પરિણામ. ‘સત્કાર’ એટલે ઊભા થઈ સામે જવું, આસન આપવું, વંદન કરવું, પાછળ વળાવવા જવું વગેરે ક્રિયા. ‘ક્રમ’ એટલે ઉત્તમ વસ્તુ પ્રથમ આપવી ને સામાન્ય વસ્તુઓ પછી આપવી તે જાતની યોજના. પાત્ર એટલે ગ્રહણ કરનાર વ્યક્તિ.
આવો ‘અતિથિ-સંવિભાગ' કરવાનું વ્રત ‘અતિથિ-સંવિભાગ વ્રત’ કહેવાય છે. તેનો સામાન્ય વિધિ આવશ્યક ચૂર્ણિ વગેરે ગ્રંથોમાં આ પ્રમાણે જણાવેલો છે :
“શ્રાવકે પોષધના પારણે મુનિરાજને અવશ્ય દાન આપવું અને પછી જ ભોજન કરવું. તે માટે ભોજનનો અવસર થાય એટલે ઉચિત વસ્ત્રાભૂષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org