Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨
તેને લગતી પ્રતિલેખન-પ્રમાર્જનની ખાસ ક્રિયા, તેનો વિધિ. તેમાં પ્રમાદ કરવો એટલે તેમાં ભૂલ-ચૂક કરવી, તેના વિશે.
તદ-[તથા-અને. ચેવ-[ pa]-તે જ પ્રમાણે. મોગામોu-[ોનનામી-ભોજનાદિની ચિંતા કરવામાં.
ભોજન' એટલે આહાર, ઉપલક્ષણથી દેહ-સત્કાર વગેરે. તેનો આભોગ”—ઉપયોગ-વિચાર તે “ભોજનાભોગ”. એટલે ભોજન કે શરીરસત્કારની ચિંતા કરવી, તેને લગતા વિચારો કરવા, તે “ભોજનાભોગ” કહેવાય છે, તેના વિશે.
સદ-વિદિ-વિવરી-[ષધ-વિધ-વૈપરીત્ય]-પોષધવિધિના વિપરીતપણાને વિશે.
પોષધનો વિધિ તે પોપથવિધિ, તેનું જે વૈપરીત્ય-વિપરીતપણું તે પોપથવિધિ-વૈપરત્વ, તેના વિશે.
'पोषं-पुष्टिं प्रक्रमाद् धर्मस्य धत्ते करोतीति पोषधः ।'
પોષ” એટલે પુષ્ટિ. પ્રક્રમથી-પ્રસ્તાવથી ધર્મ-સંબંધી, જે ધારણ કરે તે “પોષધઃ'. અથવા ‘પોર્ષ ઘરે પુષ્પાતિ વા ધર્માનિતિ પોષN:'-[ધર્મની] પુષ્ટિને ધારણ કરે અથવા ધર્મનું પોષણ કરે તે “પોષધ'. શ્રીહરિભદ્રસૂરિએ દસમા પંચાશકમાં તેની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે :
પોસેફ ઋસમે, તીહરિ-વીણાdi | इह पोसहो त्ति भण्णति, विहिणा जिणभासिएणेव ॥१४॥"
જે કુશલ ધર્મનું પોષણ કરે છે અને જેમાં શ્રીજિનેશ્વરદેવોએ કહેલા આહાર-ત્યાગ આદિનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય છે, તે “પોષધ કહેવાય છે.
શ્રીઉપાસકદશાંગસૂત્રમાં આ વ્રતનું નામ પોસદોવવા1 એટલે પોષધોપવાસ' આપેલું છે. શ્રીઅભયદેવસૂરિએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org