Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૧૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
આ ગાળામાં સામાયિકના પાંચ અતિચારો જણાવેલા છે. તે આ રીતે : “(૧) મનો-દુપ્રણિધાન, (૨) વચન-દુપ્રણિધાન, (૩) કાયદુપ્રણિધાન, (૪) અનવસ્થા અને (૫) સ્મૃતિ-વિહીનત્વ'. તેમાં સામાયિક અંગીકાર કર્યા પછી ઘર, દુકાન, જમીન કુટુંબ વગેરે સંબંધી ચિંતા કરવી કે જે તે વિચારો કરવા, એ “મનો-દુપ્રણિધાન કહેવાય છે. તે માટે કહ્યું છે કે
“સામયિં તુ 18 વર–fધાં નો આ વિત| સો | अट्टवसट्टोवगओ, निरत्थयं तस्स सामाइअं ॥"
–આ. ટી- પત્ર ૮૩૪ સામાયિક કરીને જે શ્રાવક ઘરની ચિંતા કરે છે, કે સંકલ્પવિકલ્પવાળો થાય છે, તેનું સામાયિક નિરર્થક થાય છે.”
સામાયિક લઈને કર્કશ અથવા તેવા પ્રકારના દોષવાળાં સાવદ્ય વચનો બોલવાં, એ “વચન-દુપ્પણિધાન' કહેવાય છે. વચનની શુભાશુભ પ્રવૃત્તિનો વિવેક કેવી રીતે કરવો, તે નવમા (સામ-સુત્ત) સૂત્રમાં વિગતવાર દર્શાવેલું છે.
સામાયિક લેતી વખતે ભૂમિ પ્રમાર્યા વિના બેસવું અથવા સામાયિક લીધા પછી હાથ-પગ લાંબા-ટૂંકા કર્યા કરવા કે કુતૂહલવશાત્ ઊભા થવું, અથવા હાથ-પગ વગેરેની નિશાનીઓ કરવી કે પાસે રાખેલી કૂંચીઓ આપવી વગેરે પ્રવૃત્તિ “કાય-દુપ્પણિધાન' કહેવાય છે. આ દોષોનું વિગતવાર વર્ણન અગિયારમા (સામાફિયવગુત્તો) સૂત્રમાં બત્રીસ દોષોના વિવરણ-પ્રસંગે આપેલું છે.
વિટ્ટા'-અનવસ્થાન કે અસ્થિરપણાને વિશે.
સામાયિકનો બે ઘડીનો સમય પૂરો થવા ન દેવો, અથવા જેમતેમ સામાયિક પૂરું કરવું અથવા સામાયિક કરવાના નિયત સમયને આળસથી વિતાવી દેવો, એ “અનવસ્થાન અથવા અનાદર' નામનો સામાયિકનો ચોથો અતિચાર લેખાય છે. શ્રીઆવશ્યક-ચૂર્ણિમાં કહ્યું છે કે-“નાદે રવળિો તારે સામiÄ રે-જ્યારે સમય મળે, ત્યારે સામાયિક કરે.'
સફ-વિદૂn'-વિસ્મરણને વિશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org