Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ વ્રતનું સ્વરૂપ અને પ્રમાદશાત્ તે વિશે લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે.
(૨૮-૩) મછવો-[ગનયને-આનયન-પ્રયોગને વિશે.
આનયન’–લાવવું, પ્રયોગ-ક્રિયા. પોતે જે સ્થળમાં વ્રત લઈને બેઠો હોય, તેની બહારની જગામાંથી કોઈની મારફત કાંઈ પણ મંગાવવું, તે આનયન-પ્રયોગ,' તેના વિશે.
પેસવ-[pષ-પ્રયો-“પ્રેષણ-પ્રયોગને વિશે.
પ્રેષણ-મોકલવું, મોકલાવવું, તેનો પ્રયોગ -ક્રિયા. પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠા હોય, ત્યાંથી કોઈ પણ કારણે નોકર વગેરેને કામકાજ માટે બહાર મોકલવો, તે “પ્રેષણ-પ્રયોગ”, તેને વિશે.
સદ્ [શબ્દ-શબ્દાનુપાતને વિશે.
પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠો હોય, ત્યાંથી ખોખારો ખાઈને કે ઊંચેથી અવાજ કરીને પોતાની હાજરી જણાવનારી ચેષ્ટા કરવી, તે “શબ્દાનુપાત,' તેને વિશે.
રૂ-[]-રૂપાનુપાતને વિશે.
પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠો હોય, ત્યાંથી ઊંચો-નીચો થઈને કે મકાનપ્રમુખની જાળીએ આવીને પોતાની હાજરી દર્શાવનારી ચેષ્ટા કરે. તે રૂપાનુપાત’, તેના વિશે.
પુત્ર-વે-[પુતિ-ક્ષેપ-પુદ્ગલનું પ્રક્ષેપણ કરતાં, વસ્તુ ફેંક્યાં.
પુરાતનો ક્ષેપ તે પુત્7-ક્ષેપ, તેના વિશે. પુદ્ગલ-કાંકરો, ઢેકું, પથ્થર, લાકડું વગેરે વસ્તુઓ. ક્ષેપ-ફેંકવું તે. પોતાની હાજરી જણાવવા માટે કે પોતાની પાસે કોઈને બોલાવવાને માટે કાંકરો, ઢેકું વગેરે વસ્તુઓ ફેંકવી તે “પુદ્ગલ-ક્ષેપ', તેના વિશે.
ફેલાવા૩િ-શિવBlfશ-દેશાવકાશિક વ્રતને વિશે. દેશમાં અવકાશ તે દેશાવકાશ, તેના સંબંધવાળું તે દેશાવકાશિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org