SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ વ્રતનું સ્વરૂપ અને પ્રમાદશાત્ તે વિશે લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૨૮-૩) મછવો-[ગનયને-આનયન-પ્રયોગને વિશે. આનયન’–લાવવું, પ્રયોગ-ક્રિયા. પોતે જે સ્થળમાં વ્રત લઈને બેઠો હોય, તેની બહારની જગામાંથી કોઈની મારફત કાંઈ પણ મંગાવવું, તે આનયન-પ્રયોગ,' તેના વિશે. પેસવ-[pષ-પ્રયો-“પ્રેષણ-પ્રયોગને વિશે. પ્રેષણ-મોકલવું, મોકલાવવું, તેનો પ્રયોગ -ક્રિયા. પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠા હોય, ત્યાંથી કોઈ પણ કારણે નોકર વગેરેને કામકાજ માટે બહાર મોકલવો, તે “પ્રેષણ-પ્રયોગ”, તેને વિશે. સદ્ [શબ્દ-શબ્દાનુપાતને વિશે. પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠો હોય, ત્યાંથી ખોખારો ખાઈને કે ઊંચેથી અવાજ કરીને પોતાની હાજરી જણાવનારી ચેષ્ટા કરવી, તે “શબ્દાનુપાત,' તેને વિશે. રૂ-[]-રૂપાનુપાતને વિશે. પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠો હોય, ત્યાંથી ઊંચો-નીચો થઈને કે મકાનપ્રમુખની જાળીએ આવીને પોતાની હાજરી દર્શાવનારી ચેષ્ટા કરે. તે રૂપાનુપાત’, તેના વિશે. પુત્ર-વે-[પુતિ-ક્ષેપ-પુદ્ગલનું પ્રક્ષેપણ કરતાં, વસ્તુ ફેંક્યાં. પુરાતનો ક્ષેપ તે પુત્7-ક્ષેપ, તેના વિશે. પુદ્ગલ-કાંકરો, ઢેકું, પથ્થર, લાકડું વગેરે વસ્તુઓ. ક્ષેપ-ફેંકવું તે. પોતાની હાજરી જણાવવા માટે કે પોતાની પાસે કોઈને બોલાવવાને માટે કાંકરો, ઢેકું વગેરે વસ્તુઓ ફેંકવી તે “પુદ્ગલ-ક્ષેપ', તેના વિશે. ફેલાવા૩િ-શિવBlfશ-દેશાવકાશિક વ્રતને વિશે. દેશમાં અવકાશ તે દેશાવકાશ, તેના સંબંધવાળું તે દેશાવકાશિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy