Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૦ ૨૦૭
સેવાયેલા અનર્થદંડથી આઠમાં વ્રત વિષે દિવસ દરમિયાન અતિચારથી જ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું.
અવતરણિકા-હવે “અનર્થદંડ વિરમણ વ્રતનો ચોથો પ્રમાદાચરણ નામનો પ્રકાર બહુ સાવદ્ય હોવાથી તેની વિવિક્ષા સૂત્રકાર જણાવે છે.
(૨૫-૩) કાવ્યકૃ-વન્ના-વિનૈવ ત્રિા-૩૮ર્તન-વવિન્સેપ-સ્નાન, ઉદ્વર્તન, વર્ણક અને વિલેપનને વિશે.
નાહવું તે “સ્નાન”, મેલ કાઢવા માટે પીઠી વગેરે પદાર્થો ચોળવા તે “ઉદ્વર્તન'. રંગ લગાડવો તથા ચિતરામણ કરવાં તે “વર્ણક' અને સુગંધી પદાર્થો ચોળવા તે “વિલેપન,” તેના વિશે.
સ૬-રૂવ-રસ-માં-શિન્દ્ર-પ-રસ-પે-શબ્દ, રૂપ, રસ અને ગંધને વિશે.
શ્રવણેન્દ્રિયનો વિષય તે “શબ્દ”. ચક્ષુરિન્દ્રિયનો વિષય તે “રૂપ.” રસનેન્દ્રિયનો વિષય તે “રસ અને ધ્રાણેન્દ્રિયનો વિષય તે “ગંધ', તેના વિશે.
વસ્થાપા-મમરા-[વશ્વાસન-મમરો]-વસ્ત્ર, આસન અને આભરણને વિશે.
પહેરવાનાં કપડાં, તે “વસ્ત્ર; ખુરશી, બાજોઠ, પાટલા વગેરે બેસવાનાં સાધન તે “આસન;” વિવિધ અંગોને શણગારનારાં આભૂષણો તે આભરણ; તેના વિશે.
પડીને-પૂર્વવતુ. (૨૫-૫) ખુબૂટ્ટા........સબં
સ્નાન' : યતના વિના કરવામાં આવતું સ્નાન, અન્ય જીવોને પીડાદિનું કારણ બને છે માટે. અનર્થ છે. “સ્નાનની બાબતમાં નીચે મુજબ યતના કરવી આવશ્યક છે :
(૧) જે ભૂમિ કે સ્થાન જવાકુળ હોય ત્યાં સ્નાન કરવું નહિ.
(૨) જે ભૂમિ કે સ્થાનમાં સંપાતિમ જીવો ઊડી ઊડીને આવી પડતા હોય, ત્યાં સ્નાન કરવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org