Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૦ ૨૧૩ મૌખર્ય' છે. ઠંડા પહોરનાં ગપ્પાં મારવાં કે નિરર્થક વાતો કરવી, તે પણ મૌખર્ય છે. મનુષ્યનો ઘણો કીમતી સમય આ ટેવને લીધે બરબાદ થાય છે. વળી તેમાં પાપોપદેશ તથા નિદા વગેરેનો સંભવ હોવાથી નિરર્થક કર્મબંધનમાં પડવું પડે છે, એટલે વ્રતધારી શ્રાવકે “મુખ છે માટે બોલવું જ એ પદ્ધતિનો ત્યાગ કરી ખૂબ વિવેક-પૂર્વક તથા બને તેટલી મધુર ભાષામાં જરૂર જેટલું જ બોલવું જોઈએ. આમ છતાં શરતચૂકથી કોઈ વાર વધારે પડતું બોલાઈ જવાયું હોય કે ગપ્પાં મારવામાં સમયની બરબાદી થઈ ગઈ હોય, તો તેને “મૌખર્ય' નામનો “અનર્થદંડ-વિરમણવ્રત'નો ત્રીજો અતિચાર લેખી તેની અહીં નિંદા કરવામાં આવે છે.
દિર-સંયુક્તાધિકરણ, આવશ્યકતા વિના હિંસક સાધનોને તૈયાર રાખવાં તે.
“અધિકરણોને પૃથક પૃથક રાખવાથી અને જરૂર પડે ત્યારે જ સાથે જોડવાથી હિંન્ન પ્રદાનમાંથી બચી શકાય છે; તૈયાર એટલે આવશ્યકતા વિના હિંસક સાધનોને જોડીને કે સજીને તૈયાર રાખવાં તે “સંયુક્તાધિકરણ' નામનો
અનર્થદંડવિરમણવ્રત'નો ચોથો અતિચાર લેખાય છે. આ બાબતમાં સામાચારી એવી છે કે
(૧) હિંસક હથિયારોને સજીને તૈયાર રાખવાં નહિ. (૨) ગાડાં, એક્કા, હળ વગેરે સહુથી પહેલાં જોડવાં નહિ.
(૩) ઘર કે હાટ ઘણા જણને બંધાવવાનાં હોય, તો શરૂઆત પોતે કરવી નહિ.
(૪) અગ્નિ પહેલાં સળગાવવો નહિ. (૫) ચરવા માટે ગાય પહેલી છોડવી નહિ.
1-સરિત્ત - “ભોગાતિરિક્તતા', ભોગનાં સાધનો અધિક રાખવાં તે.
ભોગપભોગનાં સાધનો જરૂર કરતાં અધિક રાખવાથી બીજાને તેનો ભોગવટો કરવાની ઇચ્છા થાય છે. એટલે તેની ગણના “અનર્થદંડ-વિરમણવ્રત'ના ખાસ અતિચાર તરીકે કરવામાં આવે છે. તથા મર્યાદિત કરેલી ભોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org