Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૦ ૨૦૯ અપધ્યાનો પણ થાય છે, જે “અનર્થદંડનો પહેલો પ્રકાર છે. તે જ રીતે “રૂપલાલસાની તૃપ્તિ માટે નાટક, સિનેમા તથા નાચરંગના જલસાઓ જોવામાં આવે છે, તથા બીજા અનેક પ્રકારના ઉપાયો કામે લગાડવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓમાં દ્રવ્ય અને વખતનો દુર્વ્યય, પરંપરાએ દોષવૃદ્ધિ તથા તે દ્વારા આત્મ-વિકાસ પ્રત્યે અસાવધાની પ્રકટતી હોવાથી તેનો સમાવેશ અનર્થદંડ'માં થાય છે. યોગશાસ્ત્રમાં (પ્ર. ૩, ૭૮ થી ૮૦) કહ્યું છે કે :
“તૂહનાર્ ગીત-નૃત્ય-નાટિશાદ્રિ-નિરીક્ષણમ્ | #ામશાસ્ત્રપ્ર8િ , ઘૂત-મદ્યાતિસેવનમ્ II जलक्रीडाऽऽन्दोलनादि-विनोदो जन्तुयोधनम् । રિપોઃ સુતાવના વૈરું, મજી-સ્ત્રી-ફેશ-ર-થાઃ જરા
-માત્રપૌ મુત્વા, સ્વાશિ સેના નિશાન્ ! एवमादि परिहरेत्, प्रमादाचरणं सुधीः ॥३॥
કુતૂહલથી ગીત, નૃત્ય, નાટક વગેરે જોવાં, કામશાસ્ત્રમાં આસક્તિ, કામવૃત્તિને ઉત્તેજિત કરનાર શાસ્ત્રોનું, પુસ્તકોનું વારંવાર અવગાહન કરવું, જુગાર, મદિરા આદિનું સેવન, જલક્રીડા, હિંડોલક્રીડા (હીંચકા ખાવા) ઇત્યાદિ વિનોદ, બીજા જીવોને પરસ્પર લડાવવા, શત્રુના પુત્રાદિ સાથે વૈર રાખવું, ભોજન સંબંધી, સ્ત્રી-સંબંધી, જનપદ-સંબંધી અને રાજય-સંબંધી કથા-વાતો કરવી, રોગ કે ચાલવાનો પરિશ્રમ પડ્યા વિના આખી રાત ઊંધ્યા કરવું, ઇત્યાદિક પ્રમાદનાં આચરણો બુદ્ધિવાળાએ પરિહરવાં જોઈએ-છોડી દેવા ઘટે છે.”
નિપ્રયોજન “રૂપના વિચારો કરવામાં, “રૂપનું વર્ણન કરવામાં અને “રૂપ'ની હિમાયત કરવામાં વિચાર, વાણી અને કાયાનું જે પ્રવર્તન થાય છે, તેથી “અનર્થદંડ' ઊપજે છે, એટલે વિવેકી પુરુષોએ તેનો ત્યાગ કરવો ઘટે છે.
રસ' : શરીરનાં ધારણ અને પોષણ માટે આહારની જરૂર છે, જે સાત્ત્વિક અને શુદ્ધ હોવો ઘટે છે. પરંતુ તેના “રસ'માં-સ્વાદમાં આસક્ત થવું અને તે આસક્તિ પૂરી કરવા માટે સમય અને શક્તિનો વ્યય કરવો તે
પ્ર.-૨-૧૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org