Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પાપસ્થાનકમાં થયેલી છે.
રાગ” અને “ઢેષ'ને લીધે જીવ વિષય અને વિકારને આધીન થતાં પાપ-પંકથી ખરડાય છે. માટે જ આત્મ-વિકાસના અર્થીઓ આગળ વીતરાગતા'નો આદર્શ મુકાયેલો છે.
નંદ-કજિયો, કંકાસ.
કલહ એટલે કજિયો, કંકાસ કે લડાઈ. તેનો ઉદ્દભવ ક્રોધ, માન, માયા, લોભ, રાગ કે દ્વેષની બહુલતા સિવાય થતો નથી. એટલે તેની ગણના પાપસ્થાનકમાં કરવામાં આવી છે. નાના સરખા કલહમાંથી મોટા ઝઘડાઓ પેદા થાય છે, એ ઝઘડામાંથી કાયમની દુશ્મનાવટ ઊભી થાય છે અને એ દુશ્મનાવટના પરિણામે માણસો એવાં એવાં કાર્યો કરી બેસે છે કે તેમને સદાને માટે પસ્તાવું પડે છે.
Dારાન-દોષારોપણ, અછતા દોષનું આરોપણ કરવું તે. * “મુન મધ્યાને રોષવિરમગાથાનમ્' (ભ. ટી. શ. ૫., ઉ. ૬) સામે થઈ દોષોને પ્રકટ કરવારૂપ કથન, તે “અભ્યાખ્યાન'. અથવા અMાળાનં- પ્રરમસદ્દોષારોપણમ્' (સ્થા. ટી. પ્ર. ૧. સૂત્ર ૪૮-૪૯) જાહેર રીતે ખોટા દોષોનું આરોપણ કરવું-બીજા પર આળ ચડાવવું, તે અભ્યાખ્યાન'.
વૈશુન્ય-ચાડી-ચુગલી. પીઠ પાછળ સાચા-ખોટા દોષો પ્રકાશવા તે.
વૈશુનં-fપશુની પ્રચ્છન્ન સદ્દોષાવિMવનમ્, (સ્થા. ટી. સ્થા ૧. સૂ. ૪૮-૪૯) “પૈશુન્ય' એટલે પિશુનકર્મ અર્થાત્ સાચા-ખોટા અનેક દોષો પીઠ પાછળ ખુલ્લા પાડવા તે. વ્યાવહારિક ભાષામાં તેને ચાડી-ચુગલી કહેવામાં આવે છે.
રતિ-મરતિ-હર્ષ અને ઉદ્વેગ.
ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં કે અનિષ્ટ વસ્તુ દૂર થતાં હર્ષની લાગણી થઈ આવવી, તે “ત' અને અનિષ્ટનો સંયોગ થતાં કે ઈષ્ટ વસ્તુ ચાલી જતાં ઉદ્વેગ થવો, તે “મતિ'. આ બંને ભાવો મોહ અને અજ્ઞાનની પ્રબળતાને લીધે થાય છે, એટલે તે ચારિત્રના યોગ્ય વિકાસની ખામી સૂચવે છે. મહાપુરુષો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org