Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૧૩૩
તું નિવે તં = હિામિ-તેને હું નિંદું છું, તેની હું ગર્હા કરું છું.
નિંદા અને ગહ વડે પ્રતિક્રમણના સ્વરૂપનું નિર્માણ થાય છે. એટલે જે જે અતિચારો લાગ્યા હોય તે દરેકની આત્મસાક્ષીએ ‘નિંદા’ અને ગુરુસાક્ષીએ ‘ગર્હા’ ક૨વાની હોય છે. તે રીતે, અહીં દરેક અતિચારની નિંદા અને ગર્હ કરવામાં આવે છે. તે પ્રમાણે શ્લોકમાં જ્યાં જ્યાં નિંદા તથા ગહ દર્શાવેલ હોય ત્યાં આત્મસાક્ષીએ ‘નિંદા’ તથા ગુરુ સાક્ષીએ ‘ગહ’ સમજવી.
(૨-૫) જ્ઞાન, દર્શન અને ચારિત્ર(તપ, વીર્ય, સંલેખના અને સમ્યક્ત્વ)ની આરાધના નિમિત્તે ધારણ કરેલાં વ્રતોમાં સૂક્ષ્મ અથવા બાદર (નાનો કે મોટો,) જે કોઈ અતિચાર લાગ્યા હોય, તેને હું નિંદું છું, તેને હું ગર્યું છું.
અવતરણિકા-પ્રાયઃ સર્વ અતિચારોની ઉત્પત્તિનું કારણ આરંભ અને પરિગ્રહ છે, તેથી તેનું પ્રતિક્રમણ દર્શાવાય છે.
(૩-૩) તુવિષે (દિવિષે)-બે પ્રકારના (તેના વિશે). *પરિમિ−[પશ્રિદે]-પરિગ્રહને વિશે.
‘પવૃિદ્ઘતે કૃતિ પઅિહઃ'-ગ્રહણ કરાય તે પરિગ્રહ. એટલે જે વસ્તુ મમત્વભાવથી-મૂર્છાથી ગ્રહણ કરવામાં આવે, તે ‘પરિગ્રહ'. ધન, ધાન્ય, ખેતર-પાદ૨, વાડી-બગીચા, નોકર-ચાકર, ઢોર-ઢાંખર વગેરે તમામ પ્રકારની મિલકત એ જ કારણે ‘પરિગ્રહ' કહેવાય છે.
સાવì-[સાવઘે]-પાપમય. (તેના વિશે.)
આ સૂત્રની ગાથા ૩, ૯, ૧૧, ૧૩, ૧૫, ૨૮માં ાિદમી, અણુવ્વયમ્મી, રેસાવલિઞમ્મી એવો દીર્ઘ ઈંકારાન્ત પાઠ મળે છે, તથા આગળની ગા. ૩૪માં હ્રાસ્સા, માસિઞસ્સા એવો દીર્ઘ આકારાન્ત પાઠ મળે છે, તે તે ચરણમાં બાર માત્રાનો મેળ કરવા લાંબા સમયથી પ્રચલિત થયો જણાય છે. વૃત્તિ સાથેનાં છપાયેલાં પુસ્તકોમાં પણ તેવો પાઠ હોવાથી અમારે તેવો પાઠ રાખવો પડ્યો છે; વાસ્તવિક રીતે પ્રાકૃત શબ્દાનુશાસન પ્રમાણે ત્યાં-મ્મિ એવો અને -સ્વ વાળો છૂસ્વ પાઠ શુદ્ધ ગણાય; પ્રાકૃત છંદઃશાસ્ત્રના નિયમ પ્રમાણે પાદાન્ત સ્વર વિકલ્પે ગુરુ મનાય છે, એથી ત્યાં દીર્ઘ ઉચ્ચારણ કરવું અને પાઠ સ્વ રાખવો ઉચિત ગણાયએવી અમારી માન્યતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org