Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૧૮૫ कायसा वयसा मत्ते, वित्ते मिद्धे इत्थीसु । તુદો મનં સંવળરૂ, પિસુનામો ૩ મટ્ટિય ૨ા અધ્યયન પ. इत्थी विषय मिद्धेय, महारंभ परिग्गहे । भुंजमाणे सुरं मंसं, परिबूढे परं दमे ॥६॥ અધ્યયન ૭.
શ્રી ઠાણાંગ સૂત્રમાં ચોથે ઠાણે જણાવેલ છે કે-ચાર કારણે જીવ નરકનાં કર્મ બાંધે. ૧. મહારંભ, ૨. મહા પરિગ્રહ, ૩. પંચેન્દ્રિય જીવનો વધ અને ૪. કણિમાહાર એટલે માંસાહાર.
શ્રી ઉવવાઈ સૂત્રમાં પણ માંસાહાર કરનાર નારકોને યોગ્ય કર્મ બાંધી નરક ગતિમાં ઉત્પન્ન થાય છે તેવો પાઠ છે.
શ્રી ભગવતી સૂત્ર શતક ૮ ઉદ્દેશો ૯મી. ગૌતમસ્વામીએ ભગવાન મહવીરને નરક ગતિને યોગ્ય કાર્મણ શરીર પ્રયોગ બંધનું કારણ પૂછેલ છે, તેનો ઉત્તર આપતાં ભગવાને કહેલ છે કે-હે ગૌતમ ! મહારંભ, મહાપરિગ્રહ, માંસાહાર તથા પંચેન્દ્રિય જીવના વધથી નારકોના આયુષ્યને યોગ્ય કાર્પણ પ્રયોગ બંધ થાય છે.
શ્રાવકને માંસ અને મદિરા ખાવાં કલ્પતાં નથી, જો કલ્પતાં હોત તો શ્રાવકના સાતમા વ્રતમાં જે મર્યાદાનું વર્ણન કરેલ છે અને જેમાં શ્રાવકના ભોગોપભોગમાં આવતી દરેક ચીજનો સમાવેશ કરેલ છે તેમાં માંસ, મદિરા, ઈંડાં વગેરેનો સમાવેશ જરૂર કરત, પણ તેવો ઉલ્લેખ તેમાં કરેલ નથી. એટલે શ્રાવકો તે ચીજ ખાતા નહોતા એમ ચોક્કસ થાય છે. વળી તે જ વ્રતના અતિચારોમાં પોતિય ગોદ મgયાણ સુપતિય મોઢ કરવMયા, વગેરે પાઠ છે. તેમાં જે મોદિ શબ્દ વાપરેલ છે તેનો અર્થ ધાન્યની જાત બાજરો, જુવાર વગેરે (જૈનાગમ શબ્દ સંગ્રહ પાનું ૨૧૮) થાય છે એટલે કે શ્રાવકને ધાન્ય ખાનાર કહેલ છે, નહિ કે માંસ ખાનાર.
ઉપર જણાવેલ શાસ્ત્રનાં પ્રમાણોથી સિદ્ધ થાય છે કે-જૈનાગમોમાં માંસાહારનો નિષેધ કરેલ છે અને તે વાત જૈન ધર્મના મૂળભૂત અહિંસાના સિદ્ધાંતને મળતી તથા સુસંગત છે.
ઋતિકાર શ્રીમનુએ પણ કહ્યું છે કે-માંસના વિષયમાં અનુમોદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org