Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૦ ૨૦૧
(૫) ગાય, બકરી વગેરેના કાન, ધાબળી વગેરે કાપવા, વગેરે.
૧૩. દવ-દાનકર્મ આગ લગાડવાનું કર્મ તે “દવદાનકર્મ'. તે નીચે મુજબ જાણવું. (૧) શોખથી આગ લગાડવી. (૨) દુશ્મનાવટથી આગ લગાડવી. (૩) ધંધા-નિમિત્તે જંગલો વગેરેને બાળી નાખવાં.
૧૪. જલશોષણકર્મ જલાશયોમાંથી પાણી સૂકવી નાખવાનો ધંધો તે “જલશોષણ કર્મ કહેવાય છે, તે નીચે મુજબ સમજવું.
(૧) કૂવા ખાલી કરી આપવા. (૨) વાવો તથા કુંડોને ઉલેચી આપવા.
(૩) સરોવરમાંથી નહેરો વગેરે કાઢીને તથા બીજા ઉપાયોથી તેનું પાણી શોષવી નાખવું.
(૪) નદી-નાળાનાં પાણી બીજે રસ્તે વાળી મૂળ પ્રવાહને સૂકવી દેવો.
૧૫. અસતી-પોષણકર્મ નીચેનાં કામોને “અસતી-પોષણ” કહેવામાં આવે છે :
(૧) દાસ-દાસીઓ, નદીઓ, નપુંસકો વગેરેને હલકો ધંધો કરવા માટે ઉછેરવાં, એકઠાં કરવાં કે અન્ય રીતે પોષણ આપવું.
(૨) તેમની મારફત કૂટણખાનાં ચલાવવાં.
(૩) સિંહ, વાઘ, ચિત્તા, રીંછ વગેરે શિકારી પ્રાણીઓને ઉછેરવા, તેમનો ખેલ કરવો તથા તેમને વેચવાં, વગેરે.
(૪) કૂતરાં, બિલાડાં, વાનર વગેરે પ્રાણીઓને પાળવાં, તેમનો ખેલ કરવો તથા તેમને વેચવા, વગેરે.
(૫) પોપટ, મેના, કૂકડા, મોર વગેરે પક્ષીઓને પાળવાં, તેમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org