Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ' સૂત્ર ૧૮૯
બાવીસ “અભક્ષ્યો પૈકી પ્રથમનાં પાંચ ઉદુંબર જાતિનાં ફળો છે કે જેમાં નાનાં નાનાં ઘણાં જંતુઓ હોય છે. એ કારણે શ્રાવકોને માટે તે ‘અભક્ષ્ય છે. “દારૂ' માદક છે, બુદ્ધિને વિકૃત કરનાર છે અને તમોગુણની વૃદ્ધિ કરનાર છે, માટે “અભક્ષ્ય' છે. “માંસ' પણ બુદ્ધિને મંદ કરનાર તમોગુણની વૃદ્ધિ કરનાર અને હિંસાનું પ્રધાન કારણ છે, તેથી ‘અભક્ષ્ય' છે. મદ્ય” અને “માખણમાં તે જ રંગના અસંખ્ય સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે, માટે “અભક્ષ્ય' છે. “બરફ અને કરા” અસંખ્ય અકાય-જીવમય હોવાથી અભક્ષ્ય' છે. “વિષ' પ્રાણનો નાશ કરનારું હોવાથી “અભક્ષ્ય છે. સર્વ પ્રકારની “માટી’ સચિત્ત હોવાથી અને પ્રાણ-ધારણ માટે અનાવશ્યક હોવાથી અભક્ષ્ય' છે.
“રાત્રિ-ભોજનમાં જીવ-હિંસાદિ ઘણા દોષો રહેલા છે, માટે તેનો નિષેધ છે. બહુબીજ એટલે રીંગણ, ખસખસ આદિ વનસ્પતિઓ અને અનંતકાય' એટલે કંદ-મૂળ આદિ સાધારણ વનસ્પતિ, તે જીવહિંસાને કારણે અભક્ષ્ય છે. (૩૨ અનંતકાયનાં નામો માટે જુઓ સૂત્ર ૩૧) લીંબુ, કેરી, કેરડાં, કરમદાં, ગંદા વગેરે અનેક વસ્તુઓનાં બોળ અથાણાં ત્રણ દિવસ પછી “અભક્ષ્ય” (આ દી.) છે. ઘોલવડા, કઠોળ અને કાચા દહીંના સંયોગથી બને છે, માટે “વિદલ” હોઈને “અભક્ષ્ય છે. “વંતાક' કામવૃત્તિ-પોષક અને બહુ નિદ્રા લાવનાર હોઈને તથા “બહુબીજ હોવાથી અભક્ષ્ય' છે. અજાણ્યાં ફળ-ફૂલ” ખાવામાં પ્રાણહાનિ તથા રોગોત્પત્તિનો સંભવ હોઈને અભક્ષ્ય' છે. “તુચ્છ ફળો'-ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે હોવાથી અભક્ષ્ય છે. મહુડાં, જાંબુ, બીલાં, ચણીબોર અને ઓળા તથા મગની શિંગો વગેરે “તુચ્છ ફળ’ ગણાય છે. “ચલિત રસ' વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ફરી જવાના કારણે “અભક્ષ્ય છે. વાસી, પડતર કે બગડી ગયેલી વસ્તુઓનો સમાવેશ આ પ્રકારમાં થાય છે.
(૨૦-૫) (હવે, બીજા ગુણવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં (બહુ દોષ અને મહા-અનર્થવાળા) મદ્યસુરા (પાનની વિરતિ)માં, માંસની વિરતિ)માં અને ૨ શબ્દથી બાવીસ અભક્ષ્ય-બત્રીસ અનન્તકાય તથા ફૂલ, ફળ અને સુગંધી વસ્તુઓ, પુષ્પમાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org