Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૧૯૫
ઘંટી, ઘાણી, રેંટ વગેરે હાથ કરતાં વધારે ઝડપથી કામ કરનારાં હોઈ યંત્ર કહેવાય છે. તેના વડે અનાજ, બિયાં, ફળ-ફૂલ વગેરેને પીલવાનું કામ, તે ૧૧-યંત્ર-પીલન-કર્મ'.
નિર્જીછi-[નિત્નચ્છન- નિલંછન-કર્મ', અંગ છેદન-કર્મ.
જેમાં પશુઓનાં અંગોને છેદવાં, ભેદવાં, આંકવાં, ડામવાં, ગાળવા વગેરેનું કામ કરવામાં આવે છે, તે ૧૨- નિલંછનકર્મ'.
તેવતાઓ-વિદ્વાનY]-દવ-દાન-કર્મ, વન, ખેતર વગેરેમાં અગ્નિદાહ લગાડવાનો ધંધો.
વનું તાન તે ટુવાન. “દવ' એટલે અગ્નિ, તેને મૂકવો-પ્રકટાવવો તે “દાન'. અગ્નિ મૂકવાનું કે પ્રકટાવવાનું કર્મ, તે ૧૩-“દવ-દાન-કર્મ”.
- તત્કા-સો-[-હૃ-તડ-શોષF]-સરોવર, ધરા તથા તળાવોને સૂકવવાનું કામ, તે ૧૪-“જલ-શોષણ-કર્મ”.
અસ -[મતી-પોષ-અસતી-પોષણ, અસતી-પોષણ-કર્મ,
‘મસતી' –કુલટા કે વ્યભિચારિણી સ્ત્રી, તેનું પોષણ તે સતી-પોષ. અસતીઓને પોષવાનું કર્મ, તે ૧૫-“અસતી પોષણ-કર્મ'.
વ જ્ઞા -[વર્જયેત-છોડી દેવા જોઈએ.
(૩-૪) કુંતી...વનિમ્બા-શ્રાવકે અંગારકર્મ આદિ પંદર કર્માદાનોને છોડી દેવા જોઈએ, તેથી હું તેવાં કર્મોને વજું છું.
જ્ઞાનાવરણીય આદિ કર્મોનું જેના વડે આદાન થાય-ગ્રહણ થાય તે ‘કર્માદાન'. શ્રાવકને માટે નીચેના ધંધાઓ ‘કર્માદાન'ના હોઈ વર્ય ગણવામાં આવ્યા છે :
૧. અંગાર-જીવિકા જેમાં ભઠ્ઠીનો ઉપયોગ મુખ્ય હોય તેવા ધંધાઓ કરીને આજીવિકા મેળવવી, તે “અંગાર-જીવિકા' કહેવાય છે. અંગારજીવિકામાં નીચેનાં કામોનો સમાવેશ થાય છે :
૧. લુહારનું કામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org