Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૮૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
આપનાર, વિભાગ કરનાર, ઘાત કરનાર, વેપાર કરનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધા ઘાતક જ છે.” વૃત્તિઓને તામસિક બનાવનાર હોવાથી પણ માંસ' ત્યાજ્ય છે.
૫-(૨)-અને અહીં તેનાથી મધ, માખણ આદિ સર્વ અભક્ષ્ય અને અનંતકાય વસ્તુઓ, જે બાવીસ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાય રૂપે જણાવાઈ છે, તે સમજવાની છે. આ વિશે કહ્યું છે કે ૨ શબ્દાન વિશેષામફ્ટ દ્રવ્યાપી મનન્ત યાનાં ૨ પરિપ્ર૯-અર્થ દીપિકા (પૃ. ૧૧૫ અ) ધર્મસંગ્રહ (ભાગ ૧ પૃ. ૬૧૯).
પુ-[પુષ્પ-ફૂલને વિશે. હસ્તે-[મત્તે-ફલને વિશે. iાંથ-મ-[ ~-મા -ગંધ અને માલ્યને વિશે.
કેસર, કસ્તૂરી, કપૂર, ધૂપ વગેરે સુગંધી પદાર્થો “ગંધ કહેવાય છે અને ફૂલની માળા તથા બીજાં શણગારો “માલ્ય' કહેવાય છે.
૩વમોજ-પરિમોને-[૩૫મો-પરિો ]-ઉપભોગ-પરીભોગ-પરિમાણ વ્રતને વિશે.
જેનો ભોગ એક વાર થાય તે “ઉપભોગ'. જેમ કે આહાર, પાન, સ્નાન, ઉદ્વર્તન, વિલેપન, કુસુમ વગેરે. તે એક વાર ભોગવાઈ ગયા પછી બીજી વારના ભોગને માટે નકામાં બને છે.
જેનો ભોગ વધારે વખત થઈ શકે તે “પરીભોગ”. જેમ કે વસ્ત્ર, આભૂષણ, શયન, આસન, વાહન, વનિતા વગેરે. તે બીજી વાર પણ ભોગવી શકાય છે. ઉપભોગ અને પરિભોગનું પરિમાણ તે “ઉપભોગપરિભોગ-પરિમાણ', તેના વિશે.
મહોપાધ્યાય શ્રીમાનવિજયજી ઉપભોગનો અર્થ અંતભોગ અને પરિભોગનો અર્થ “બાહ્યભોગ” એ પ્રમાણે કરે છે. (૧) અંતર્ભોગ એ ખાનપાનરૂપ આહાર છે અને (૨) બાહ્યભોગ એ શરીરે ચોપડવા પહેરવારૂપ વસ્તુઓ છે, તેમ ત્યાં સમજાવ્યું છે.
-ધર્મસંગ્રહ (ભાગ ૧. પૃ. ૬૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org